બનાસકાંઠા માં પાલનપુર ખાતે માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર ની  મુલાકાત લેતા કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, પાલનપુર

આજ રોજ મુખ્યમંત્રીએ પાલનપુર ની મુલાકાત મા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ની ભયાનક સ્થિતિ ને ધ્યાન માં રાખી બેઠક મા ચર્ચા માં કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ , સારવારની સુવિધાઓ
આરોગ્ય સ્ટાફ, રસીકરણની સ્થિતિ આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા પૂરી કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

    મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં ‘મારું ગામ કોરોનામુકત ગામ ‘ અભિયાનને વેગ મળે તે માટે વહીવટી તંત્ર અને ગામલોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર-CCCC અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.

    આ બેઠક મા બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા અને કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરા, બનાસકાંઠાજિલ્લા કલેક્ટર આનંદ પટેલ
જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી સહિત પદાધિકારી અને અધિકારીઓ હાજર રહીને કોરોના ના કેસ શહેર ગામડાઓ મા વધતા આ બેઠક મા ગામડાઓ શહેર મા સેવાઓ પૂરી પાડી વધતા જતા કેસ નિયંત્રણ મળે જેવી સાવચેતી ના પગલા રૂપે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બેઠક મા વર્તમાન સ્થિતી ને ધ્યાન માં લઇ માર્ગદર્શન કરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહીલ, પાલનપુર

Related posts

Leave a Comment