હિન્દ ન્યૂઝ, દિયોદર
સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે.ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પણ કોરોના માં સપડાયું છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસ કોન્સ્ટેબલ સહિત ડી.વાય.એસ.પી કચેરી માંથી એક સહિત કુલ નવ પોલીસ કર્મી કોરોના માં સપડાયા છે. જે લોકો કોરોના માં પ્રજા ને જાગૃત કરનાર ખુદ કોરોના વોરીયર્સ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે દિયોદર પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર