હિન્દ ન્યુઝ, ભરૂચ
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત 2026; અંદાજિત 2 લાખ લોકોને રોજગારી આપતા ભારતના કેમિકલ હબ એવા ભરૂચના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય જોડાણની તક મળી છે.
અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ, સાયખા, વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વૈશ્વિક કક્ષાના કેમિકલ ઈકોસિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યો છે. ભરૂચમાં કુલ 1394 જેટલા ઉદ્યોગો, જેમાંથી 45% કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી આપી છે.
ભરૂચમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હવા પ્રદૂષણ નિયંત્રણ મશીનરી અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ અમલમાં છે જે ટકાઉ ઉત્પાદન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. ભરૂચ જિલ્લો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે નિકાસ ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

