થરાદ ભાજપ દ્વારા ભાજપ ના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, લાખણી

ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ એ પોતાના ઘરે ભાજપ નો ધ્વજ લગાવ્યો હતો. સવારે ૯ વાગ્યે કાર્યકર્તાઓ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી. જેમાં માન સાંસદ પરબતભાઈ પટેલે પાર્ટી નો ઇતિહાસ અને સરકાર ની સિદ્ધિઓ તેમજ સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપી હતી. ૧૦:૩૦ કલાકે સૌથી લોકપ્રિય નેતા માન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં પાર્ટી ના કાર્યકર્તાને પાર્ટી ના સ્થાપના દિવસ નિમિતે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સંબોધન કયું હતું.

સાથો સાથ માન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડાજી પણ સંબોધન કયું હતું. જે થરાદ માર્કેટ યાર્ડ ખાતે કાર્યકર્તા એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સાંભલ્યા હતા. કાર્યક્રમ ના અંતે APMC ખાતે માન સાંસદ પરબતભાઈ પટેલ ની ઉપસ્થિતિ મા રાખેલ કોરોના રસીકરણ કેમ્પ મા કાર્યકર્તાઓ જોડાયા હતા. કાર્યક્રમ મા માન સાંસદ પરબતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દાનાજી માળી, થરાદ APMC સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ, થરાદ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ સોની, જેહાભાઈ હડીયલ, તાલુકા મહામંત્રી હરચંદભાઈ ઠાકોર, અભેરામભાઇ રાજગોર, ઉમજીબા, ઓખાભાઇ પટેલ (ભગત)રૂપસીભાઈ પટેલ, ધીરજભાઈ પટેલ, સરપંચ જેતસીભાઈ પટેલ, મદનલાલ પટેલ, વિનોદભાઈ પટેલ, કોકીલાબેન પ્રજાપતિ, દિપિકાબેન પટેલ, મંજુલાબેન દરજી, શૈલેષભાઈ પટેલ અને ભાજપ ની આખી ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment