ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો પરાજય થતાં, એનાં પતિએ કેવડી ગામનાં આદિવાસીઓને અપશબ્દો વાળી કલીપ મોબાઈલ પર ફરતી કરતાં આવેદનપત્ર અપાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ

ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલની હાર થતાં એમનાં પતિ હિતેશભાઈ પટેલે આદિવાસી સમાજને સપર્સ કરે એવા અપશબ્દો વાળી કલીપ બનાવી મોબાઈલ પર ફરતી કરતાં કેવડી ગામનું વાતાવરણ ગરમાયું છે. અને આદિવાસીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે કેવડી ગ્રામવાસી ઓએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ પણ આપી છે. સાથે આજે ઉમરપાડા મામલતદારને આ બનાવ પ્રશ્ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મામલતદારને આપેલાં આવેદનપત્રમાં આ શખ્સની ધરપકડ કરી, યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જો કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment