ડીસાના ભડથ ગામના લોકોએ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન એકત્ર કર્યું…!

હિન્દ ન્યૂઝ, ડીસા

       ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો ઉત્સાહભેર પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના ભડથ ગામના લોકોએ પણ એકત્ર થઈ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન આપ્યું છે અને હજુ પણ દાનની સરવાણી યથાવત ચાલી રહી છે.

          ડીસા તાલુકાના ભડથ ગામના લોકો હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા હોય છે ત્યારે વર્ષો બાદ બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે પણ ગ્રામજનોએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે ગતરોજ ગ્રામજનોની બેઠક યોજાઇ હતી. જેમાં ગામના આગેવાન બહાદુરસિંહ વાઘેલાએ 11 લાખ નું દાન આપ્યું હતું અને તમામ સમાજના આગેવાનોએ પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપ્યું હતું. માત્ર ભડથ ગામના લોકોએ જ રામ મંદિર નિર્માણ નિધિમાં 31 લાખ રૂપિયા નું દાન આપ્યું છે અને હજુ પણ આગામી દિવસો માં આ આંકડામાં વધારો થશે તેમ ગ્રામજનો એ જણાવ્યું હતું.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment