પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારના જવેલરીના શોરૂમમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી ચીખલીગર ગેંગને પડકી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

              ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા અને ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તા.૧૮/૧૨/૨૦૨૦ ના રાત્રીના આશરે સવા આઠ થી તા.૧૯/૧૨/૨૦૨૦ ના સવારના છ વાગ્યા આસપાસ પ્રીન્સ જવેલર્સ નામની પ્રભાસ પાટણ મેઇન બજારમા આવેલ દુકાનમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે દુકાનના તાળા તોડી અંદાજીત કિંમત રૂ.૪૦,૦૦૦/- ની ચાંદીની વસ્તુની ચોરી કરેલ જે બાબતે પ્ર.પાટણ પો.સ્ટે. ચોરીનો ગુનો નોંધવામાં આવેલ. જેથી તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. એ.જી.પરમાર, કે.ડી.હડીયા, પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ, પી.જે.વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ.ડોડીયા, પો.કો. ઉદયસિંહ, ડ્રા.પો.કોન્સ. વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય,

             જે દરમ્યાન એ.એસ.આઇ. એ.જી..પરમાર તથા પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ નાઓને મળેલ બાતમી હકીકત તેમજ એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાની ટેકનિકલ સહાયથી પ્ર.પાટણ મંગલમ સોસાયટીમા રહેતો સરદારજી જશપાલસિંગ લાલસીંગ ટાંક તથા તેના બે મિત્રો (૧) ભારતસિંગ શેરસિંગ ભાટીયા ઉ.વ. ૩૦ રહે દુધરેજ ગામ ચુનાના ભઠીની બાજુમા જી. સુરેન્દ્રનગર તથા નં – (૨) કાલીસિંગ શેરસિંગ ભાટીયા ઉ.વ.૨૧ રહે દુધરેજ ગામ ચુનાના ભઠીની બાજુમા જી. સુરેન્દ્રનગર વાળાની આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ આજ થી વીસ – એકવીસ દિવસ પહેલા પ્ર.પાટણ મેઇન બજારમા આવેલ પ્રીન્સ જ્વેલર્સ નામની દુકાનમાથી પોતે ત્રણેય તથા સન્નીસિંગ દર્શનસિંગ દુધાણી રહે.બરોડા વરાઇશીડેરા વિસ્તાર વાળાઓએ મળીને ચોરી કરેલ હોવાનુ જણાવેલ.

           જેથી ધોરણસર અટક કરી ઉપરોકત પ્ર..પાટણ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૮૬૦૦૪૨૦૦૦૯ આઇ.પી.સી.ક-૪૫૭, ૩૮૦ મુજબ ઘરફોડ ચોરીના કામે ગયેલ મુદામાલ ચાંદીની વીટી -૧૩, ચાંદીની માદરડી -૭૩, ચાંદીના તાવીજ-૧૦, ચાંદીના છતર -૬, ચાંદીના બીજ -૪૭, ચાંદીની વાળી (સ્ક્રેપ) -૫૯, ચાંદીની પાયલ-૧ અને સ્પ્રીંગ -૧,હોડી-૧ જેની કુલ કિં.રૂ. ૧૮૨૬૨/- તથા મો.ફોન. નંગ -૨ કિં રૂ. ૧૦૦૦૦/- ગણી તથા બોલેરો પીક.અપ વાહન કિં રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ મુદામાલ કિં રૂા.૨,૨૮,૨૬૨/- નો રીકવર કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ.

Related posts

Leave a Comment