હિન્દ ન્યુઝ, વેરાવળ
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે પરંતુ રેડ એપલ બોરની માંગ વધું છે. તેનો સ્વાદ મધુર હોય છે ત્યારે ઉનાના ગાંગડા ગામે રહેતા ભીખુભાઇ ખસીયા એ પોતાના મોબાઈલમાં રેડ એપલ બોરની ખેતી કેવી રીતે કરવી અને શું કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવી તેમણે કલકત્તા શહેર માંથી રેડ એપલ અને ગ્રીન એપલ બોરનાં 800 રોપા મંગાવી ઉગાવેલ હતાં.
જેમાં તેમણે કોઇપણ જાતનું બિયારણ કે ખાતર ના ઉપયોગ કર્યો વગર માત્ર ગૌમુત્ર અને છાણ નો ઉપયોગ કરી ઓર્ગેનિક બોરની ખેતી કરી હતી. આ બોર તે ગુજરાત રાજ્ય તેમજ બહારના રાજ્યમાં સપ્લાય કરે છે. આ ખેડૂત 5 વીઘા જમીનમાં અંદાજિત 800 જેટલા રોપા વાવી લાખો રૂપિયાની ખેતી કરી હતી. આ વર્ષે શિયાળામાં વરસાદ પડવાથી થોડું નુકશાન થયું હતું. પરંતુ આવતા વર્ષે વધુ પાક લેશે અને સ્થાનિક ખેડૂતોને રેડ એપલ બોર ના રોપા નજીવી કિંમતે આપશે. જેથી લોકો રેડ એપલ અને ગ્રીન એપલ બોરની ખેતી કરી શકે તેવું જણાવ્યું હતું.
બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા