હિન્દ ન્યુઝ, વેરાવળ
સમગ્ર વિસ્તારમાં શેરડીનો સારો થયો હોય ત્યારે જીલ્લામાં ખાંડના ઉદ્યોગો બંધ હોવાથી દેશી ગોળના રાબડા શરૂ થયાં છે. આ વર્ષ સમગ્ર પંથકમાં અનેક ગોળના રાબડા ધમધમવા લાગ્યા છે. સિઝનમાં શેરડીનું ધણું ઉત્પાદન થયું છે.
શિયાળાની ઋતુમાં બહારથી આવતા શ્રમિકોને કામ મળી રહે છે. જો કે ધણા સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં રાબડા શેરડીની ખેતી કરતાં ખેડૂતો માટે આશિર્વાદ રૂપ સાબિત થાય છે.
ગોળમાં પણ હવે લોકો આરોગ્ય માટે જાગૃત થતાં હોવાથી દવા વગર નો ગોળ ખરીદવાનો આગ્રહ વધું રાખે છે અને ફસ્ટ અને સેકન્ડ ની કોવોલીટીનો ખાવામાં વધું ઉપયોગ થાય છે. તેથી વેપારીઓ દેશી ગોળ કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી સીઝનમાં વેચાણ કરે છે.
બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા