હિન્દ ન્યુઝ, થરાદ
ભાચર પીએચસી ખાતે પાંચ દિવસીય આશા રીફ્રેશર ની તાલીમ નું આયોજન આજથી શરૂ કરવામાં આવેલ છે. જે સોમવાર સુધી ચાલુ રહેશે. જેમાં થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જેપાલ હાજર રહ્યા. ભાચર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.આર એ ચૌધરી દ્વારા આશા રીફ્રેશર ની તાલીમ આપવામાં આવશે. જેમાં આર.બી એસ.કે ડો.જસમીત ત્રિવેદી, આયુષ ડો.ભાણજી ચૌધરી, સુપરવાઇઝર હીરાભાઈ, સુપરવાઇઝર ખલીફાબેન તથા ભાચર અને ભોરોલ ની બધી આશા બહેનો એ ભાચર પીએચસી ખાતે આશા રીફ્રેશર ની તાલીમમાં ભાગ લીધેલ છે. તાલિમ નુ આયોજન કોવીડ – 19 ના પ્રોટોકોલ પ્રમાણે યોજવામાં આવશે.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ