હિન્દ ન્યૂઝ, વડાલી
વડાલી પોલીસે હઠોજ ગામના સીમ માંથી એક વ્યક્તિ પાસેથી દેશી બંદૂક સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. આમ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વડાલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. પકડાયેલ ઇસમ સાથેના અન્ય વ્યક્તિની શોધખોળ ચાલુ છે. પોલીસે વ્યક્તિ સહિત રૂપિયા 5000 નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.
રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી