હિન્દ ન્યુઝ, ધારી
ધારી વીપીજી હાઈસ્કૂલ સામે હનુમાનજી મંદિર પાસે પ્લોટ વિસ્તારમાં ગટર નુ ગંદુ પાણી રોડે ચડયા છે.
જે બાબતે સેક્રેટરીને રજૂઆત કરી તેમણે સુચના આપી, પરંતુ હજુ ગંદકી દૂર થયેલ નથી. વિકાસની વાતો કરતા ભાજપના નેતા ધારી તાલુકા ભાજપ પ્રમુખ સરપંચ ની આ કામગીરી જોવા રૂબરૂ મુલાકાત આવે તો ખબર પડે કે શું વિકાસ છે ? ધારી મા ગંદકી કેટલી છે એ ખ્યાલ આવશે. તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ થી થાકી ગયેલા મતદારો આવતા દિવસોમાં નારાજગી દર્શાવી મતદાન કરશે ? ભાજપ ને આ વિસ્તારમાં ભારે નુકસાન સહન કરવું પડશે. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી