ડભોઇ તાલુકાના કરણેટ ગામે લીઝ માં સરપંચ તલાટી સહિત ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ

હિન્દ ન્યૂઝ , ડભોઇ 

                                        વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ઘણી એવી લિઝોઆવેલી છે. કેટલાક લીઝ હોલ્ડરો ખાણ ખનીજ ના તેમજ અન્ય નીતિ નિયમો નેવે મૂકી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે. જેને લઇ આજે કરણેટ ના ગામજનો આવી જ એક લીઝ માં ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીંયા અમારા ગામના એસટી એસસી સમાજના સ્મશાન આવેલું છે તદ ઉપરાંત ડભોઇ નગરપાલિકાના વોટર વર્કસ પંપ નજીક આવેલા છે. જેમાંથી ડભોઇના લોકોને પીવાનું પાણી ક્યાંથી મળે છે અને ડભોઇ થી સંખેડા ને જોડતો મુખ્ય બ્રિજ પણ આવેલો છે સરકારની નીતી નિયમો મુજબ અને ખાણ ખનીજ ના નિયમો જોવા જઈએ તો આવા બ્રિજ પાસે વોટર વર્કસ પાસે તેમજ સ્મશાન પાસે આવી કોઈ પરવાનગી આપવામાં આવતી નથી એમ છતાં આવી લીઝ માં કોનાં આશીર્વાદથી આવી લીઝ ચાલી રહી છે તે આવનાર સમય જ બતાવશે.

તલાટી દ્વારા ડેપ્યુટી કલેકટર તેમજ કલેકટર સુધી લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના પગલાં લેવાયા નથી ત્યારે આજે ગ્રામજનોએ બીપી ઉગ્ર વિરોધ નોંધાવી મીડિયાનો સહારો લીધો હતો.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment