કેવડીયા ખાતે વનસ્પતિઓની આૈષધિય ઉપયોગીતા ને ઉજાગર કરતુ આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યુ છે રોજગારી નો સ્ત્રોત

હિન્દ ન્યૂઝ, કેવડીયા 

 કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17એ કરમા પથરાયેલ આરોગ્ય વન વિભાગ મા 380 પ્રજાતિના પાંચ લાખ ઓૈષધિય રોપાઆે ઉછેરવામાં આવ્યા છે.

                                          જેથી આરોગ્ય વન મા ઔષધિ માનવ આકષૅણ નુ કેન્દ્ર બન્યું છે અને સ્થાનિક 37યુવક યુવતી આે રોજગારી મેળવી રહ્યાં છે. કેવડીયા ખાતેવિશ્વના સૌથી વિરાટમય વ્યક્તિત્વ અેવા સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નુ નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની છત્ર હેઠળ કેવડીયા ના સંકલિત વિકાસ માટે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેને પરિણામે આજે કેવડીયા હોલીસ્ટીક ટુરીઝમ ડેવલોપમેન્ટ વિશ્વ અેકતા નુ કેન્દ્ર બની વૈશ્વિક પ્રવાસીઆે માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓ માટે ધર આંગણે જ રોજગારી આપવાનુ ઉતમ માધ્યમ બન્યુ છે. આરોગ્ય વનમા 37 સ્થાનિક યુવકો યુવતિઆે માટે સર્જાયેલ રોજગારી ની તકો ઉભી થઇ છે. સ્થાનિક ગાઈડ આવકાર આપવા સાથે આરોગ્ય વનમા ઉછેરવામાં આવેલ ઔષધીય રોપા વિશે ઝીણવટભરી અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે આ યુવક યુવતીઓ ને તેમની લાયકાત મુજબ ની રોજગારી પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક યુવાધન અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment