હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર અને આજુબાજુના પાંચ તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલના પાણી નાંખવા મામલે ખેડૂતો નાયબ કલેક્ટર દિયોદરને આપ્યું આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છેકે ગઈ 24/10/2020 ના રોજ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પણ પાંચ દિવસ બાદ 31 /10/2020 બાર વાગ્યા પછી કેનાલમાં પાણી બંધ કરતા દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા ભીલડી વિસ્તારના ખેડૂતો આજે પાણી છોડાવવા બાબતએ દિયોદર પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું. દિયોદર, કાંકરેજ, લાખણી, ડીસા પંથકના ખેડૂતોને શિયાળા ની રવિ સીઝનમાં વાવણીના સમયે જીરું, રાયડો, રાજગરો અને બટાટા ની સિઝન ટાણે દિયોદર ના જશાળી પંથકના ખેડૂતો ના પાકોમાં ભારે નુકશાની જોવા મળતા આજે પંથકના ખેડૂતો પાણી છોડાવવા ને લઈને દિયોદર પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતોના આક્ષેપ છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશન પાણી છોડયા ના પાંચ દિવસમાંપાણી બંધ કરાતા ખેડૂતોના વાવાણી સમયે ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. સાથે પાણીને લઈને ખેડૂતોને વારંવાર આવેદન પત્ર અને રજૂઆત કરવાનો વારો જશાલી પંથકના ખેડૂતો ને આવ્યો છે. સુજલામ સુફલામ કેનાલના અધિકારીઓ ના વાંકે જશાલી પંથકના ખેડૂતોની દર સિઝનમાં દયનીય સ્થિતિ બની છે.
સુજલામ કેનાલનું પાણી ન મળવાથી શિયાળની રવિ સિઝન મા જીરું, રાયડો, રાજગરો, બટાટા ની ખેતીને ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે નર્મદા વિભાગના સુજલામ કેનાલના આધિકારી દ્વારા ચાંગા પંપીંગ સ્ટેશન થી ત્વરિત પાણી ના છોડાય તો પાંચ તાલુકાના ખેડૂતોએ ઉગ્ર આંદોલન ની આપી ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર