દિયોદર ના મોજરૂ ગામે ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ ઝડપાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના મોજરૂ ગામે આરોગ્ય સાથે ચેડાં કરતો ડીગ્રી વગર ના બોગસ ડોકટર ને બનાસકાંઠા એસ ઓ જી એ ઝડપી લેતા અન્ય બોગસ ડોકટરો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ ટિમ દિયોદર તાલુકા માં પેટ્રોલિંગ માં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે દિયોદર તાલુકા ના મોજરૂ ગામે ડીગ્રી વગર બોગસ ડોકટર મુન્નાભાઈ બની લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરી રહયા છે તેવી બાતમી ના આધારે એસ.ઓ.જી. પોલીસે સ્થળ પર રેડ કરી હતી. જેમાં સૌરભ સુરજીત વિશ્વાસ મૂળ રહે રાણીવાડા અરવિંદ ટાવર રાજશ્રી હોટલ પાછળ હાલ રહે દિયોદર વાળા ને મેડિકલ ડોકટર ની ડીગ્રી ધરાવતો ના હોવા છતાં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાથી પોલીસે આ બોગસ ડોકટર ને ઝડપી પાડ્યો હતો. જેની પાસે થી સ્ટેથોસ્કોપ મશીન, બી.પી.માપવાનું મશીન તથા અલગ અલગ પ્રકાર ની દવાઓ મળી કુલ કિંમત રૂપિયા ૨૦,૧૨૭ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જે અંગે આ બોગસ ડોકટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ હેઠળ ગુન્હો નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે. જેમાં એકાએક એસ.ઓ.જી. ટિમ દ્વારા બોગસ ડોકટર ને ઝડપી પાડવામાં આવતા અન્ય કેટલાક મુન્નાભાઈ માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment