હિન્દ ન્યૂઝ, નર્મદા
વડાપ્રધાન એ સ્વચ્છ ભારતનું અભયાન શરૂ કરી દેશ વાસીઓને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી, સ્વચ્છ ભારત અભયાનના સપથ લીધા અને ‘મારુ ગામ સ્વચ્છ ગામ ‘ જેવા અભિયાન માં જોડાય દેશવાસીઓ એ સ્વચ્છતા ની શુરુઆત પેહલા પોતાના ઘરે થી કરી, પછી ફળિયું, પછી ગામ, પછી દેશ આમ સ્વચ્છતા નો સંદેશો આગળ વધાર્યો. નર્મદા જિલ્લાના વાડિયા ગામમાં દરરોજ ઘરે ઘરે થી કચરો ઉઘરાવવામાં આવે છે અને ગામને સ્વચ્છ રાખવામાં આવે છે. આ બાબતે ગ્રામપંચાયત ને એવોર્ડ પણ મળી ચકયો છે. જેથી પંચાયત ના સરપંચ મહેશભાઈ રજવાડી તથા તલાટી દેવેન્દ્ર જોશી ના જણાવ્યા મુજબ સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતતા આવે અને ગંભરિતા રાખે એ હેતુ થી વાડિયા ગ્રામ પંચાયત વિસ્તાર જાહેરમાં કચરો ફેંકનારને 200/- રૂપિયાનો દંડ ચુકવવો પડશે અને જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનાર નો ફોટો પાડી ગ્રામપંચાયત દ્વારા જાહેર કરેલા મોબાઈલ નંબર -9712122688/9427842596 પર ફોટો મોકલશે એ વ્યક્તિ ને ગ્રામપંચાયત 50 રૂપિયા ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે. આમ ગ્રામ માં સ્વચ્છતા જળવાશે અને લોકો પોતાની જવાબદારી પ્રત્યે સભાન થશે. એમ ગ્રામપંચાયત ના સભ્યોનું માનવું છે. સરપંચ ના જણાવ્યા મુજબ વાડિયા ની આસપાસ ની સોસાયટી ના રહીશો દ્રારા પણ સ્વચ્છતા ના આ પગલાં ને આવકાર દાયક ગણાવ્યો છે અને ગામ સ્વચ્છ રહશે તો રોગચાળો ફેલાય નહિ ‘માઉ ગામ સ્વચ્છ ગામ’ સંદેશો જન જન સુધી પોંહચશે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા