હિન્દ ન્યુઝ, ડાંગ બાગાયત વિભાગ તરફથી બાગાયત ખાતાની એચ.આર.ટી.-૫ યોજનાના ઘટકમાં નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે. ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર એચ.આર.ટી.૫ યોજના હેઠળ મહિલા વૃતિકા તાલીમ માટે ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૧૨/૦૮/૨૦૨૬ સુધીના સમયગાળા…
Read MoreMonth: July 2026
*વઘઈ–આહવા રાજ્યધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પૂર્ણ
*હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઘઈ–આહવા રાજ્યધોરીમાર્ગ પર સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સિમેન્ટ કોંક્રિટ પેચવર્કના કારણે માર્ગનું ટકાઉપણું વધશે તેમજ વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે. વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ માર્ગો પર અવિરત ધોરણે રિસ્ટોરેશન અને સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત સ્થળોએ પ્રાથમિકતાના આધારે ખાડાઓનું સમારકામ, માર્ગ સપાટીકરણ તેમજ જરૂરી જાળવણીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.…
Read Moreડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના અનવ્યે આહવા તાલુકા સંકલન અધિકારીઓની ઇમર્જન્સી બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઓરેન્જ એલર્ટ તથા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આગામી સમયગાળા દરમિયાન પવન સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આહવા તાલુકા સ્તરે તાત્કાલિક (ઇમર્જન્સી) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આહવા તાલુકાના સંકલન અધિકારીઓની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા…
Read Moreભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં પશુપાલકોને સતર્ક રહેવા અપીલ
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં પશુપાલકોને સંભવિત કુદરતી આપત્તિ દરમિયાન પશુધનની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ખાંભલા સહિતના વિવિધ ગામોમાં પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને સલામત સ્થળે રાખવા, પાણી ભરાતા વિસ્તારો અને નદી-નાળાઓ નજીક પશુઓને ન લઈ જવા, પૂરતા ઘાસચારો અને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તેમજ પશુઓમાં કોઈપણ પ્રકારની બીમારી…
Read Moreવલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે ગુજરાત સરકાર
હિન્દ ન્યુઝ, ડાંગ અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,…
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે સતત પરિશ્રમ કરીને પોતાના જીવનના લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન, સમયનું મૂલ્ય અને દૃઢ મનોબળ દ્વારા કોઈપણ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, “નિષ્ફળતા મળે તો નિરાશ…
Read Moreજિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સંકલન હોય ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વના વિષયો જેવા કે જળ સંચય અભિયાન, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ, કેન્દ્રીય વિદ્યાલય સ્થાપના,બોર્ડર વિલેજના રસ્તા, અંતરીયાળ વિસ્તારમાં વીજ પુરવઠા,શાળાઓના ઓરડા તથા કંપાઉન્ડ વોલ સહીત જન સુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને પરસ્પર સંકલન કરીને પદાધિકારીઓના પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોડ, જિલ્લા…
Read Moreભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં માર્ગ વ્યવસ્થા પૂર્વવત્ કરવા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની ઝડપી કામગીરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળના અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. વરસાદની અસર ઓછી થતાં જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાનગ્રસ્ત માર્ગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી કે. એમ. પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં અંદાજે 250 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે સલામતીના હેતુસર બંધ કરવામાં આવ્યા હતા. હાલ વરસાદની સ્થિતિ સામાન્ય બનતાં…
Read Moreનર્મદા જિલ્લામાં રેડ એલર્ટના અનુસંધાને પ્રાંત અધિકારી દ્વારા ડેમની રૂબરૂ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, નર્મદા હવામાન વિભાગના તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટના અનુસંધાને પ્રાંત અધિકારી દેડિયાપાડા દ્વારા મામલતદાર સાગબારા, નોડલ અધિકારી સાગબારા અને જીલ્લા ખેતીવાડી અધિકારી તથા પોલીસ ઇન્સ્પેકટર સાગબારા સાથે ચોપડવાવ ડેમ, નાના કાકડીઆંબા ડેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ભવરીસાવર ગામનાં ગ્રામજનો સાથે આવશ્યક સમયે સ્થળાંતર અંગેના આયોજનની ચર્ચા કરી હતી. સાગબારા તાલુકાના તમામ આપદા મીત્રો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી.
Read Moreજનજીવન અને માલમિલકતની સુરક્ષા માટે આગોતરી તકેદારી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ અને અતિ પવનની આગાહીને પગલે તંત્ર સજ્જ; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તકેદારી રૂપે ભયજનક હોર્ડિંગ્સ, વૃક્ષો અને નબળાં માળખાં દૂર કરાયા. નાગરિકોને ભારે વરસાદ અને અતિ પવનની આગાહી દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તથા ભયજનક માળખાં કે વૃક્ષો નીચે ઉભા ન રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ.
Read More