હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અર્થે અસરકારક પગલાંના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO), બોટાદ દ્વારા પાળીયાદ એ.પી.એમ.સી. વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૬૦ ટ્રેલર તથા અન્ય ભારવાહક વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયમાં માર્ગ પર ચાલતા ભારવાહક વાહનો વધુ સ્પષ્ટરીતે દ્રશ્યમાન બને તેવો છે. જેથી આવા વાહનોની પાછળથી આવતા વાહનચાલકોને સમયસર સૂચના મળી રહે અને અકસ્માતોની શક્યતા ઘટે. ખાસ કરીને ગ્રામ્ય અને હાઇ-વે માર્ગો પર વિશેષ…
Read MoreDay: April 22, 2026
શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાનાં રહેશે. જાહેરનામાં અનુસાર,માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે (૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે…
Read Moreમુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ – જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી
હિન્દ ન્યુઝ, આણંદ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી રીતે મતદાન થાય, મતદારો નિર્ભય પણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, આ માટે જિલ્લા તંત્રની સાથે પોલીસ વિભાગ પણ ચૂંટણીમાં ફરજ બજાવવા માટે સંપૂર્ણ સજ્જ બન્યુ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના જણાવ્યા પ્રમાણે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના…
Read Moreવિધાનસભા મતદાર વિસ્તારના તમામ ૩૦૬ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી અન્વયેનું મતદાન આગામી તારીખ ૨૩ મી એપ્રિલના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયા મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. ઉમરેઠ મતદાર વિભાગના તમામ મતદાર મથકો ઉપર મતદાનના દિવસે ચાંપતી નજર રાખી શકાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિધાનસભા મત વિસ્તારના ૩૦૬ મતદાન મથકો ખાતે મતદાન મથક ની અંદર અને બહાર વેબ કાસ્ટિંગ…
Read Moreહિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા ના જણાવ્યા મુજબ હાલમાં દરરોજ દર્દીઓ હિટવેવ ની અસરને કારણે તકલીફ થઈ હોય તેવા દાખલ કરવામાં આવે છે અને…
Read More