હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત આજે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે, ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે વેરાવળ અને કોડીનાર ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેથી ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં પરિવહનની સુવિધા માટેનું માળખું બહેતર બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારે માત્ર ૧૫૦ દિવસમાં રાજ્યમાં ૬૦૦ નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી…
Read MoreDay: April 24, 2023
કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે દર્શન-પૂજન કરી ધજા ચડાવી સોમનાથ મહાદેવના આશિષ પ્રાપ્ત કર્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના મિલનરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં સહભાગી થવા કેન્દ્રિય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલ આજે ગીર સોમનાથ જિલ્લાના મહેમાન બન્યા છે. કેન્દ્રિય મંત્રીએ સૌપ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે વિધિવત ભગવાનની સોમેશ્વર મહાપૂજા તથા ધ્વજ પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. તેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ પ્રવાસનમંત્રી શ્રીમુળુભાઈ બેરા તથા સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ પૂજન વિધિમાં સામેલ થયા હતા.…
Read Moreસૌરાષ્ટ્રીયન તમિલોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઢોલનગારા સાથે ઉત્સાહપૂર્ણ સ્વાગત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં આજે ૩૦૦થી વધારે તમિલ બંધુઓ-ભગિનીઓ વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓની સાથે ટ્રેનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ તમિલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. “આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન” જેવા શરણાઈના શૂરો સાથે તમિલ બંધુઓને…
Read Moreકેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ લોકો સાથે વાર્તાલાપ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ તમિલનાડુથી આવેલ લોકો માટે પથિકા મેદાન ઓડિટોરિયમ ખાતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુન રામ મેઘવાલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વણક્કમ કહી કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે ઉપસ્થિત તમિલ બાંધવો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, અહીં પધારેલા દરેક તમિલ બાંધવો અમારા માટે વીઆઈપી છે. તમે અમારી સમક્ષ રામનાથપુરી જિલ્લામાં પરમકુડી ખાતે યુનિવર્સિટીના નિર્માણ માટે માગણી કરી…
Read Moreસૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની પ્રદર્શનીમાં પ્રાચીન લખાણ અંગે રસપ્રદ વિગતો મેળવી રહ્યા છે પ્રવાસીઓ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો કઈ રીતે લખાયા હશે? ઝાડની છાલ માંથી ભોજપત્ર કઈ રીતે બનતા હતા? એવી કઈ શાહી વપરાતી હતી કે 1000 વર્ષ સુધી લખાણ નષ્ટ થતું ન હતું? આ બધી રસપ્રદ માહિતી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ મંદિર નજીક બનાવાયેલા પ્રદર્શનની ડોમ કાર્યક્રમના સ્થળે પ્રવાસીઓ મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત વિવિધ યુનિવર્સિટી ની પ્રદર્શની આયોજિત કરવામાં આવી છે. ગઈકાલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ યુનિવર્સિટીના વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી. જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં જૂના-નવા મોબાઈલ લે-વેંચ કરતા વેપારીઓએ ફરજીયાત નિભાવવાનું રહેશે રજીસ્ટર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજયમાં અને ગીર સોમનાથ જિલ્લામાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનુ ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોન વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. તેથી જિલ્લામાં બનતા ગુન્હાઓમાં વપરાતા મોબાઈલ તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઈલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ તરફથી આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યકિતની માહીતી…
Read Moreબોડેલી અને છોટાઉદેપુરમાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૧૮-૦૪-૨૦૨૩ના રોજ બોડેલી અને છોટાઉદેપુર ખાતે રેડનું આયોજન કરવામાં આવેલ હતું. આવી તપાસ-રેડ દરમ્યાન ૧ બાળ મજુરને મુક્ત કરાવવામાં આવ્યું છે. બોડેલી તાલુકા ખાતે રેડ કરતાં જલારામ નાસ્તા હાઉસ નામની દુકાનમાં ૧ બાળ શ્રમિક પાસે કામ કરાવી રહી હતી. જે અનુસંધાને ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતાં તથા બાળકના ઉંમર વિષયક પુરાવા ધ્યાને લેતા, તે શ્રમિક બાળ મજૂર હોવાનું જણાઈ આવેલ હતું. આથી તે બાળકને બાળ મજુરીમાંથી મુક્ત કરી…
Read More