થરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય નુ ઓપનિંગ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ ખાતે આમ આદમી પાર્ટી નું કાર્યાલય દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયું અર્બુદા કોમ્પ્લેક્ષ માર્કિટ યાર્ડ રોડ પર ધરતીપુત્ર સન્માન યાત્રા બનાસકાંઠા ના સુઈગામ તાલુકા થી નડેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને ચાલુ કરવામો આવી તેમો પ્રદેશ નેતા સાગરભાઈ રબારી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, જિલ્લા પ્રમુખ ડો.રમેશભાઇ પટેલ, તાલુકા પ્રમુખઓ પદાધિકારીઓ કાર્યકર્તાઓ.ખેડૂત આગેવાનો સહિત વાવ ખાતે સભા યોજવામાં આવી. પ્રદેશ નેતાઓનું પાઘડી પહેરાવી, સાલ ઓઢાડી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે થરાદ તાલુકા આમ આદમી પાર્ટી કાર્યાલય નું ઓપનિંગ પણ કરવામાં આવ્યું અને…

Read More

સિહોર તાલુકાના ભાણગઢમાં એક જ દિવસમાં ૯૦ ટકા કોવિડ રસીકરણ કરવાની સિદ્ધિ

હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાના ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લામાં અને કોરોના રસીકરણની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે. કોરોનાના પ્રથમ બે તબક્કાઓમાં આપણે કોરોનાની બીમારી શું કરી શકે અને તેના શું ગંભીર પરિણામો આવે તેને પ્રત્યક્ષ નિહાળી ચૂક્યાં છીએ. ત્યારે આવાં જાનલેવા વાયરસથી અગાઉથી જ સાવધાની એ જ સાવચેતીના ન્યાયે જિલ્લાના તમામ લોકો રસીકરણ લઈ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રે કમર કસી છે. જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવરના માર્ગદર્શનમાં…

Read More

ગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાય

હિન્દ ન્યુઝ, વેરાવળ ગીર સોમનાથ જીલ્લા ની વિસ્તૃત કારોબારી ની મિટિંગ યોજાયેલ હતી જેમા નગરપાલિકા ને લગતા કામો જેવા કે જે વોર્ડ મા કોંગ્રેસ કાઉન્સિલર હોય તે વોર્ડમાં નગરપાલિકા પૂરતૂ દયાન ન આપતા હોય તે માટે મીટીંગ આયોજન કરેલ હોય અને પ્રદેશ મા રજૂઆત કરાઇ તેવી સભ્યો એ અને જે તે વોર્ડ ના કાઉન્સિલર દ્વારા ધારાસભ્યો ને રજૂઆત કરેલ મીટીંગ મા ઉપસ્થિત તાલાળા ના ધારાસભ્ય ભગવાન ભાઇ બારડ અને ઉના ના ધારાસભ્ય પૂંજા ભાઈ વંશ અને કોડીનાર ના ધારાસભ્ય મોહન ભાઈ વારા તથા ગીર સોમનાથ જીલ્લા ના કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ…

Read More

ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની ઉજવણીનાં પ્રસંગ અંગે જરૂરી સૂચનો અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, હિન્દ ન્યૂઝ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ covid-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગર દ્વારા તેમના જાહેરનામાથી ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ covid-19 રેગ્યુલેશન્સ ૨૦૨૦ જાહેર કરેલ છે. આ બાબતે covid-19 નું સંક્રમણ રોકવાના વિશેષ પગલાંઓ લેવાના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સંદર્ભના હુકમથી સમગ્ર રાજ્યમાં અમલવારી માટેની ગાઈડલાઈન જાહેર કરેલ છે. જે અંતર્ગત બી.જે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ આગામી…

Read More

સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અને જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીનો અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીએ સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામે ચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા “ટીમ નર્મદા” ને અનુરોધ કરવાની સાથે સમાજનો એક પણ વ્યક્તિ સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિભાગને સુચારૂં કાર્યયોજના ઘડી કાઢવા અને નિયત સમાયાવધિમાં તેનું સઘન અમલીકરણ થાય તે દિશામાં “ટીમ નર્મદા“ ને કટિબધ્ધ થવાની ખાસ તાકીદ કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર…

Read More

માંગરોળ કામનાથ રોડ વિસ્તારમાં રહેણાંક મકાનોમા પાણી ભરાવાનો ભય

હિન્દ ન્યુઝ, માંગરોળ ભારે વરસાદ થતાં પાણી વધતા ગત રાત્રિએ લોકો ઉંધી ન શકયા, અમુક લોકોએ પાણી નિકાસ કરતા નાળા પર ભરતી કરેલ હોવાથી પાણી ભરાયાનુ આક્ષેપ, સ્થાનીક કાર્યકર આબેદિન જેઠવા એ મામલતદાર અને એસ.ડી.એમ ને ફરીયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું. જીલ્લા પંચાયત સભ્ય વાલભાઈ ખેર અને મામલતદાર સવારે સ્થળ પર આવી અડચણ હટાવવા સુચનાઓ આપી. જેતખમ ઓજી જતા રસ્તા ઉપર પાણી ભરાય જતા ત્યાં પણ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તંત્રની ઢીલી નીતિ સામે આવતા લાગતા વળગતા અધિકારીઓ સાથે વાલાભાઈ ખેર તથા સુલેમાનભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત કરી…

Read More

સિહોર ખાતે ત્રિદિવસીય ગ્રામ સંજીવની સમિતિ તાલીમ સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, ભાવનગર કોઈપણ કાર્યક્રમ હોય કે યોજના હોય તેની સફળતા માટે રાજ્ય સરકારની કૃતનિશ્ચયતા સાથે લોકોની લોકભાગીદારી અને સહભાગિતા ખૂબ જ આવશ્યક છે. લોકોને પોતાની સાથે જોડવા અને જે-તે યોજના, કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તાલીમ સાથેના સેમિનારો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આવા જ એક ત્રિદિવસીય સેમિનારનું આયોજન ભાવનગર જિલ્લાના સિહોરના હનુમાનધારા ખાતે જનજાગૃતિ અને સાવચેતીથી રોગ અટકાયતી પગલાઓ માટે કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ અને તાલુકા હેલ્થ ઓફિસર, સિહોરની માર્ગદર્શન હેઠળ તા.૬,૭,૮ સપ્ટેમ્બરનાં રોજ સિહોર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢ, ઉસરડ, સણોસરાનાં…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારી પેઢીઓને તેમના કર્તવ્યો, ભાગ્ય અને રાષ્ટ્રીય આકાંક્ષાઓની યાદ અપાવશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમારે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે ડૉ.રાજીવ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમારની…

Read More

લાલપુર બાલા ગૌરી પેટ્રોલ પંપના મેનેજર દિનેશભાઇ વ્યાસનું દુઃખદ અવસાન

હિન્દ ન્યુઝ, લાલપુર મૂળ વાવ નિવાસી અને હાલ લાખણી તાલુકાના ગેળા ગામે રહેતા લાલપુર બાલા ગૌરી પેટ્રોલ પંપના મેનેજર દિનેશભાઈ વ્યાસનું દુઃખદ અવસાન થતા ગામ લોકો તેમજ સ્નેહીજનો, સગા સબંધીઓ અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. માયાળુ સ્વભાવ થકી પરોપકારી સેવામાં સતત ખડેપગે રહેતા સ્વ. દિનેશભાઇ હરિભાઈ વ્યાસ પંથકમાં ગરીબોના મસીહા ગણાતા હતા. તેઓ નાના મોટા સૌનું કામ કરતા હતા. તેમનું અકાળે અવસાન થતા કદી ન પુરાય તેવી ખોટ પડી છે. પરંતુ કુદરતની મરજીની આગળ માનવનું કઈ ચાલતું નથી. ભગવાન માલિકને ગમ્યું તે ખરું. તેમના પરિવારને દુઃખની ઘડીમાં…

Read More

અરવલ્લીના માલપુર ગ્રામપંચાયત હોલ ખાતે “પોષણ માહ’’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા ૦૮સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અરવલ્લીના માલપુર ગ્રામપંચાયત હોલ ખાતે “પોષણ માહ’’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો. જેમાં આ કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ તોરણ બનાવવા અંગે સમજ આપવામાં આવી, વધુમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.યોગેશભાઈ ગોસ્વામી દ્વારા પોષણ અને આરોગ્ય અંગે સમજ આપવામાં આવી. તેમજ આયુર્વેદિક મેડીકલ ઓફિસર ડૉ.નીમેષભાઈ દ્વારા પેમ્પેલેટ વિતરણ તેમજ આયુર્વેદિક મતાનુસાર આહાર નિયમ વિશે તથા હોમિયોપેથીક મેડીકલ ઓફિસર ડૉ.જે.એન.પટેલ દ્વારા હોમિયોપેથીક ને લગતી માહિતી અપાઈ. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીથી શ્રીમતી ચંદનબેન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓ જેમાં મગફળીના ફોતરા ફોલવા, ઉઠક બેઠક, લીંબુના ટુકડા કરવા, દોરડા કુદ, પોષણસુત્રો અને પ્રશ્નોતરી,…

Read More