હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેર સીટી વિસ્તાર વેડ રોડ આસપાસ આજરોજ સવારે ૦૭ વાગ્યા ના અરસામાં સુરત નાં ઍક પ્રખ્યાત સમાજ સેવક અને રિક્ષાચાલક મુન્નાભાઈ ભાટા ઉર્ફે (મોહંમદ હુશેન શેખ) ની રિક્ષામાં મુંબઈનાં રહેવાસી એન.એચ.રાઠોડ ના એક બહેન સુરત નાં વેડ રોડ રૂટ ઉપર એમનું લેડીસ પર્સ રીક્ષા માં ભુલી ગયા હતા. જેમા રોકડ રૂપિયા તથા સોના ની કિંમતી ચેઇન હતી. જે રિક્ષાચાલક મુન્નાભાઈ ને પાછળ ની સીટ ઉપર થી મળતા તરત જ અસલ માલિક ને શોધી ને તેમની વસ્તુ સહી સલામત એ બહેન નાં રીસ્તેદાર મનોજભાઈ ને પરત કરી…
Read MoreDay: December 30, 2020
સુઇગામ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે કલીબેન ઠાકોર ની નિમણૂક
હિન્દ ન્યૂઝ, ભાભર પાલનપુર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સરહદી વિસ્તાર એવા અને પછાત ગણાતા એવા સુઇગામ તાલુકા માં ઠાકોર સમાજના અને તમામ કોમના નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં કલીબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ સુઇગામ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં…
Read Moreમાઉન્ટ આબુમાં પર્યટકો ઠંડીમાં ઠુંઠવાયા તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું, ઠેરઠેર બરફની ચાદર પથરાઈ
હિન્દ ન્યૂઝ, ડીસા રાજસ્થાનના માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ ડિગ્રી થઈ ગયું છે ત્યારે સોમવારે તાપમાન માઇનસ 3 ડીગ્રી નોંધાયા બાદ બીજા દિવસે મંગળવારે પણ ઠંડીમાં વધારો થવાની સાથે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી થઈ ગયું હતું. જેના લીધે પર્યટકો હાડ થીજવતી ઠંડી માં ઠુંઠવાઈ ગયા હતા અને માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકો હાડ થીજવતી ઠંડીના પગલે ફરવા ના બદલે ફરવા આવેલા પર્યટકો રૂમમાં…
Read Moreડીસામાં અઢી કરોડના ખર્ચે બનેલું નાનાજી દેશમુખ ગાર્ડન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં, બગીચો શરૂ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો કરી રજૂઆત
હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા ના શહેરી જનો માટે પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી દ્વારા અઢી કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગાર્ડન ની જગ્યા ને લઇ આ ગાર્ડન વિવાદમાં આવ્યું હતું. જેના લીધે શહેરીજનો માટે બનાવેલા ગાર્ડન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં છે અને આ ગાર્ડન માં વૃક્ષો પણ કરમાઈ ગયા છે ત્યારે શહેરીજનો માટે તાત્કાલિક ગાર્ડન શરૂ થાય તેવા પ્રયાસો આમ આદમી…
Read Moreડીસામાં હાડ થીજાવતી ઠંડીએ 11વર્ષનો રેકોર્ડ તોડયો તાપમાન 6.7 ડિગ્રી નોંધાયું..!
હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક ડીસા શહેરમાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી તો શિયાળામાં હાડ થીજવતી ઠંડી રેકોર્ડ બ્રેક પડતી હોય છે ત્યારે હાલમાં ડિસેમ્બર માસ દરમિયાન છેલ્લા દસ દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે ઠંડીએ છેલ્લા 11 વર્ષ નો રેકોડ તોડવાની સાથે તાપમાન 6.7 ડીગ્રી નોંધાયું હતા. જેના પગલે શહેરી જનો આ કડકડતી ઠંડી ના લીધે તાપણા કરી અને ગરમ વસ્ત્રો ધારણ કરી રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડીસા શહેરમાં દર વર્ષે શિયાળું સિઝનમાં કડકડતી ઠંડી ના લીધે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ જતા હોય…
Read Moreકપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ “વૃક્ષારોપણના સંદેશા” સાથે પારનદીની અર્ધ પરિક્રમા કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, કપરાડા કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોએ નાતાલની રજાના દિવસોમાં વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓમાં સામેલ એવી પારનદીની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિક્રમાનું શુભારંભ “વૃક્ષારોપણના સંદેશા” સાથે ઉમરસાડી, માસીવાડ, પારનદી, અરબસાગર સંગમથી કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે 35 કિલોમીટર જેટલું અંતર પગપાળા નદી કિનારે કિનારે ચાલતા ધરમપુર તાલુકાના કુરગામ ગામે રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં કુરગામ ગામના રાજુભાઈને ત્યાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે કુરગામથી પાર-નાર સંગમ ધામણી ગામે…
Read Moreવડાલી ખાતે સાબરકાંઠા જિલ્લા ના કલેક્ટર સી.જે.પટેલ 31-12-2020 ના રોજ ફરજ ઉપર થી નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, વડાલી તા-29-12-2020 ના રોજ સાબરકાંઠા જિલ્લા ના કલેક્ટર સી.જે.પટેલ 31-12-2020 ના રોજ ફરજ ઉપર થી નિવૃત થતા હોય તો આજ રોજ ધામડી અન્નક્ષેત્રે આશ્રમ મુકામે તેમના વિદાય ને લયીને શુભચ્છા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમાં વડાલી તાલુકા ના આગેવાનો પણ હાજર રહ્યા સાથે વડાલી તાલુકા ના માલતદાર બેન અને ટી.ડી.ઓ. પણ હાજર રહ્યા અને દરેક આગેવાનો એ સાહેબ ને શુભેચ્છા ઓ પાઠવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યું.…
Read Moreનવાગઢ ભાદર નદી કાંઠા વિસ્તાર પાસે આગ લાગી, પાંચ થી છ ઝૂંપડાઓ આગમાં બળીને ખાખ
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેરના ભાદર નદીના પુલ નીચે આવેલી ઝૂંપડીઓમાં મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી પરંતુ તે સમય દરમિયાન પાંચથી છ ઝુંપડાઓમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ભાદરનદીના પુલ નજીક ઝુંપડાઓમાં રાત્રે અઢી વાગ્યાના આરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક આગ લાગેલી જોઈ પરિવારના સભ્યો જાગી જતા બહાર નીકળી ગયા હતા. આ ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા…
Read Moreલોકોના પ્રશ્નો અંગે જો યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ચોક્કસપણે સમસ્યાનું સમાધાન આવી શકે – બશિર ગોહેલ
હિન્દ ન્યૂઝ , વેરાવળ વેરાવળ પાટણ શહેરનાં સૌ શહેરીજનો ને ખ્યાલ હશે કે વિકાસનાં કામો હાલમાં પૂર જોશમાં ચાલી રહ્યા છે. ભારતીય બંધારણના આટિૅકલ 21 માં સમાવિષ્ટ જીવન જીવવાના અધિકારમાં ભારતીય નાગરિક તરીકે સ્વચ્છ શહેરમાં રહેવાનો અધિકાર તથા પ્રદૂષણ રહિત પર્યાવરણનો અધિકાર ભારતના દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ સદર સેવા આપવા જવાબદાર છે તેમજ શહેરનાં નાગરિકોને સેવા પૂરી પાડવી તંત્રની ફરજમાં આવે છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ઘણી જગ્યાએ ઉંડા ખાડા પડી…
Read More૯૦-સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકા સદસ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા મુખ્યમંત્રીને કરવામાં આવેલ રજૂઆતની સરકાર દ્વારા નોંધ લેવામાં આવેલ અને આ અંગે આગળની કાર્યવાહી કરવા જણાવેલ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ૯૦ – સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેર તેમજ આજુ બાજુના ગામડાઓના લોકોની ચિંતા કરતા ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજો આપવા માટે સરકારમાં તા.૩૦-૦૮-૨૦૧૯ ના રોજ રજુઆત કરવામાં આવેલ. જેમાં જણાવેલ કે જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં એક જ નગરપાલિકા છે અને તે ચોરવાડ નગરપાલિકા છે. માળીયા હાટીના તાલુકામાં ઘણા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને માળીયા હાટીના તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. જેથી માળીયા હાટીના તાલુકાનું વિભાજન કરવામાં આવે અને ચોરવાડ શહેરને અલગ તાલુકાનો દરજજો આપવામાં આવે તો ઘણા ગામડાના લોકોના …
Read More