જામનગરમાં આગામી તા.૧ થી તા.૫ મે દરમિયાન નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ અને કરાટેની નિ:શુલ્ક તાલીમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણની કચેરી અને રોટરી કલબ ઓફ જામનગરના સંયુકત ઉપક્રમે જામનગરમાં તારીખ ૦૧/૦૫/૨૦૨૫ થી ૦૫/૦૫/૨૦૨૫ સુધી નાગરીક સંરક્ષણની પ્રાથમીક તાલીમ અને સ્વરક્ષણ માટે કરાટેની નિશુલક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.  આ તાલીમનું આયોજન શશીભગત અને સરોજમાં રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જે.એમ.સી.કમ્પાઉન્ડ ફાયર બ્રીગેડની બાજુમાં સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં તાલીમર્થી લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. તાલીમ પુર્ણ કર્યા બાદ દરેક તાલીમર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ તાલીમમાં નામ નોંધવા માટે કમલેશ પંડયા (ચીફ…

Read More

જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરના આંગણે સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ.જેમાં વિવિધ જિલ્લાના ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતુ.       આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો. સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી.કાર્યક્રમના…

Read More

ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭, અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે.  જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે- ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા.૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે.  અબવ ૪૦ અને અબવ ૬૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગનો સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે-…

Read More

આઈ.ટી.આઈ. કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      આઈ.ટી.આઈ.કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા.૨૭-૦૩-૨૫ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધો-૭ થી વધુ અભ્યાસ કરેલ કોઇપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે.    આ કેમ્પમાં ભાગ લેનારને વિવિધ ટેકનીકલ જ્ઞાન આપવામાં સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ફ્યુઝ, પાણીની મોટર વગેરેની જાતે રીપેરીંગ અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરમાં પેઈન્ટ, એક્સેલ અને પાવરપોઈન્ટ વગેરે શીખવવામાં આવશે. ઉપરાંત કાર અને બાઈકનુ એન્જીન તેમજ વેલ્ડીંગ ટ્રેક્ના મશીનોની…

Read More

સોમનાથના દરિયાકિનારે યોજાયેલા ચાર દિવસીય ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નું રંગેચંગે સમાપન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      એક તરફ સમુદ્રની લહેરો તેનો ઉત્સાહ નિદર્શિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના અદમ્ય ઉત્સાહ, સ્ફૂર્તિ સાથે રમત સાથે તાલ મિલાવી પોતાના કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે ચાર દિવસ સોમનાથના આંગણે આવેલા મારૂતિ બીચ ખાતે યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આજે ઢળતી સાંજે રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોલિબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઈનામી રાશી અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. જિલ્લા કલેક્ટરએ આ અવસરે જણાવ્યું કે, જિલ્લાએ ખૂબ ટૂંકા ગાળામાં આ આયોજન સફળતાપૂર્વક…

Read More

બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરતી નન્હી કલી પ્રોજેક્ટ 

હિન્દ ન્યુઝ, ભરૂચ        ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા માં નન્હી કલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે જ્યારે ભરૂચ જિલ્લ માં 13000 નન્હી કલી પ્રોજેક્ટમાં હિસ્સો છે અને નન્હી કલી પ્રોજેક્ટ બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરી રહી છે. જ્યારે 21મી સદીના આધારિત લાઈફ રીક્સ ની ટ્રેનિંગ અને સ્પોર્ટ જેવી ગતિવિધિઓમાં સહયોગ કરી રહી છે.        સમગ્ર નન્હી કલી પરિવાર માટે એક ગર્વની વાત છે કે, ભરૂચ જિલ્લામાં નન્હી કલી ની 55 ટીમ કાર્યરત છે જયારે 1000 થી વધુ નન્હી કલી ફૂટબોલ રમી રહી છે. પાછલા…

Read More

તરણસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓમાં રમત-ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની ખામી રાખવામાં આવી નહોતી. ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ રહેવા તથા જમવાની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી. સોમનાથના સાનિધ્યમાં સ્પર્ધકો ઉપરાંત તેમના વાલીઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે. મારા વીસ વર્ષના અનુભવોમાં મેં આવી ઉત્તમ વ્યવસ્થા કોઈ સ્થળે જોઈ નથી. જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રત્યય ભટ્ટાચાર્યના પિતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના રમત-ગમત સહિતના…

Read More

રાજકોટ ખાતે આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.  સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસ્સાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

Read More

તાલુકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે બેટરી ટેસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત      સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં પ્રવેશ માટે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ સુરત જિલ્લામાં તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી ૮ વિજેતા થયેલા વિજેતા ખેલાડી (ભાઈઓ/બહેનો) માટે જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરત જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ યાદી પ્રમાણે આવકાર્ય છે. 

Read More

સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત યુવાનોને ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર મુલાકાત અને વિવિધ વિષયક સંવાદ સત્રો યોજાયા.  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.

Read More