હિન્દ ન્યુઝ, રાજકોટ
“ગાંધીધામ ખાતે યોજાયેલ ‘હાલો ગુજરાત સીઝન ૭ રિયાલિટી શો’ માં પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષરમાર્ગ ના બાળકોનો વિજયી ડંકો. ૧૧ ટ્રોફી, ૨૮ પાર્ટિસિપેટ ટ્રોફી તથા પુજા હોબી સેન્ટર સંસ્થાને ગોલ્ડ મેડલ.
તાજેતરમાં નેશનલ લેવલની ડાન્સ કોમ્પિટિશન ગાંધીધામ ખાતે ‘હાલો ગુજરાત સીઝન ૭ રિયાલિટી શો’ કોમ્પિટિશન યોજાઈ ગઈ. જેમાં ફાઈનલમાં ૧૩૦ થી વધારે સ્પર્ધકો મુંબઈ–પુના–પંજાબ–દિલ્હી તથા અમદાવાદ બરોડા-જામનગર-મોરબી-જુનાગઢ તથા રાજકોટના બાળકોએ ભાગ લીધો હતો.
પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપ અક્ષરમાર્ગ ના ૨૮ બાળકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હતા. જજ તરીકે ડાન્સ ઈન્ડીયા ડાન્સના વિનર “ટાઈગર પોપ” મહારાષ્ટ્રના કોરિયોગ્રાફર તથા ગાંધીધામના પૃથ્વી સોની આ કોમ્પિટિશનમાં જજ તરીકે સેવા આપી હતી.
પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપના ૨૮ બાળકોએ ૧૮ કૃતિ રજૂ કરી હતી. જેમાં ૧૦ સોલો ડાન્સ, ૫ ડયુએટ ડાન્સ તથા ૩ ગ્રુપ ડાન્સ રજૂ કર્યા હતા.
સોલો ડાન્સમાં પ્રથમ આસ્થા અમીપરા, (સેમી કલાસિકલ), બિનીતા અનડકટ ફોક ડાન્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. રાહી નાગવેકર (સેમી કલાસિકલ) સેકન્ડ નંબર વિજેતા જાહેર થયા હતા. ડયુએટ ડાન્સમાં ચાર્મી ઉદ્દેશી તથા તનિષા લાખાણી તૃતીય નંબર (વેસ્ટર્ન), લક્ષ્ય મહેતા લબ્ધી મહેતા દ્વિતીય (ફિલ્મી) તથા રાહી નાગવેકર અને ફલક પારેખ ફોક ડયુએટ ડાન્સ પ્રથમ નંબર તથા આસ્થા અમીપરા અને સીમરન તંતી કલાસીકલ ડયુએટ ડાન્સમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી જજીસના દિલ જીતી લીધા હતા.
ગ્રુપ ડાન્સમાં હુલ્લા હુપ માં જજીસ ટ્રોફી, સ્વેગ સ્કવોડ ડાન્સ દ્વિતીય સ્થાને તથા ૨૮ રાજ્ય તથા ૧૮ દેશમા વિજેતા, કૃતિ વંદે માતરમ્ સ્કેટિંગ ડાન્સ પ્રથમ નંબરે વિજેતા થયા હતા. આ તમામ બાળકો સિમરન તંતી, આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, શિખા પાબારી, ધ્યાના ગઢીયા, દર્શિતા જાની, પ્રેમ ગાંધી, મીત ગાંધી, મહમદ ઝૈદ લખાખાન, વિવાન માંડલિયા, પરમ ઠકરાર, ધ્યાંશ કુંડલીયા, વત્સ કુંડલીયા, ધ્યેય રાણીંગા, પંથ અજુડીયા, લક્ષ્ય મેતા, મીતાંશ સરવૈયા, બીનીતા અનડકટ, ચાર્મી ઉદેશી, લબ્ધી મહેતા, આહના ગેહાની, તનિષા લાખાણી, એન્જલ નથવાણી, રિવા ઉમરાણીયા, વિહાન ગઢીયા, આરવ સોલંકી, સોહમ સેજપાલ ટીવી ચેનલ પર ટૂંક સમયમાં જ પોતાનું પરર્ફોમન્સ જે ગાંધીધામમાં રજૂ કર્યું છે તે બતાવવામાં આવશે.
JVC ટ્રસ્ટના ઉપક્રમે આ ભવ્ય કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ સફળતાપૂર્વક JVC ટ્રસ્ટના સંચાલિકા શ્રીમતી પારુલબેન સોની, યોગેશભાઈ સોની તથા પૃથ્વી સોની દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
પાર્ટિસિપેટ તમામ બાળકોને આકર્ષક સર્ટિફિકેટ તથા ટ્રોફી આપવામાં આવ્યાં હતાં. વિજેતા બાળકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. નેશનલ લેવલની આ કોમ્પિટિશનમાં ૪ વર્ષ થી ૭૫ વર્ષ સુધીના બાળકો, યુવાનો તથા વડીલોએ પોતાની પ્રતિભા બતાવી હતી.
આ કોમ્પિટિશનમાં બાળકોના બેસ્ટ પર્ફોર્મન્સ માટે પુજા હોબી સેન્ટરનો “ગોલ્ડ મેડલ” શ્રીમતી પુષ્પાબેન રાઠોડ તથા દીપ્તિ પટેલને આપવામાં આવ્યો હતો.
ડાન્સ ઈન્ડીયા ડાન્સના વિજેતા ટાઈગર પોપે બાળકોની કૃતિને ખૂબ જ વખાણી હતી તથા ભવિષ્યમાં બોમ્બે પણ ડાન્સ માટે આવવાની અને ઉત્તમ પરર્ફોર્મન્સ કરવાની તથા હજુ પણ ખૂબ જ મહેનત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
૪ થી ૨૧ વર્ષના આ બાળકોએ પણ વેસ્ટર્ન – સેમી કલાસીકલ- ફોક ડાન્સ – હિપ હોપ – કન્ટેમ્પરરી-લીરીકલ- થીમ ડાન્સ જેવી અનેક કૃતિઓ આ બાળકોએ રજૂ કરી હતી.
દેશમાં સૌ પ્રથમવાર હાવર બોર્ડ ઉપર કઠપૂતળી ડાન્સ કરી દર્શકો તથા જજીસનું દિલ રાહી નાગવેકર તથા ફલક પારેખે જીતી લીધું હતું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત સ્કેટિંગ પર વંદે માતરમ્ તથા હુલ્લાહુપની કૃતિ રજૂ કરી જજીસ ચોઈસ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત હીપહોપમાં શિખા પાબારીએ જજીસ ચોઈસ મેળવી ટ્રોફી પ્રાપ્ત કરી છે.
ટૂંક સમયમાં જ આ બધા બાળકો ટીવી ક્ષેત્રે પદાપર્ણ કરશે. ડાન્સીંગ- જીમ્નાસ્ટિક –સ્કેટિંગ – યોગામાં આ બાળકોએ ડંકો વગાડયો છે. પુજા હોબી સેન્ટરના તમામ કમિટી મેમ્બર્સ મૌલેશભાઈ ઉકાણી, જવાહરભાઈ ચાવડા, ડો. પુજા રાઠોડ, રમાબેન હેરભા, નકુલ રાઠોડ, સુરેશભાઈ ત્રિવેદી, દીપુદીદી તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ બાળકોને અભિનંદન પાઠવ્યાં છે તથા ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યાં છે.
આ તમામ બાળકોનો ટૂંક સમયમાં જ રાજકોટના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
