ભરૂચ છીપવાડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ. …..

ભરૂચ, આજરોજ ભરૂચ નગરસેવા સદન ઢુવારા છીપવાડ સ્કુલમાં નગર સેવાસદન તેમજ જિલ્લા વહીવટી તંત્ર ઢુવારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 1, 2, 9 ના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં આવકનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો વગેરે જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી. જેમાં નગરસેવા સદનના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ચીફ ઓફિસર સંજયભાઈ, સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા તેમજ સમશાદભાઈ સૈયદ તેમજ વોર્ડ નંબર 9ના સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર : મહેન્દ્રસિંહ વસાવા, ભરૂચ

Read More

રાજકોટ માં CAA અને NRC કાયદાઓના વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપિ રેલી યોજાશે

રાજકોટ, સમગ્ર દેશમાં ઇવીએમ મશીનથી ચૂંટાયેલી ભાજપ સરકારે એન.આર.સી. અને સી.એ.એ. જેવા બંધારણ વિરોધી કાયદાઓના અમલ કરવાના એલાન સાથે જ જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. દેશના ખૂણે ખૂણેથી નાગરિકો વ્યક્તિગત તથા પોતપોતાના સંગઠનોના માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમસ્યા સરકારે રાષ્ટ્રીય સ્તરે ઊભી કરેલ હોય તેનો વિરોધ પણ રાષ્ટ્રીય સ્તરે થવો જોઈએ. એ હેતુથી બહુજન ક્રાન્તિ મોર્ચા તરફથી આગામી તારીખ. ૮/૧/૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય સ્તરે રેલી, પ્રદર્શનનુ આયોજન કરેલ છે. રાજકોટ જિલ્લામાં પણ રાષ્ટ્રીય સ્તરે થનારી રેલીના અનુસંધાને રેલી યોજાનાર છે. જેમાં તમામ (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનરીટી)sc,st,obc, minority મૂળનિવાસી…

Read More

મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા ચિંતન શિબિર સંપન્નન

મોરબી, મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા મોરબીના ટાઉનહોલ ખાતે ચિંતન શિબિર યોજાઇ ગઇ. આ ચિંતન શિબિરને દિપપ્રાગટય કરી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલે જણાવ્યું હતુ કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અધિકારીશ્રીઓમાં લીડરશીપ હોય છે. આ માટે જ સરકારશ્રી દવારા મહત્તમ વિવિધ યોજનાની અમલવારી આ તંત્ર દ્રારા જ થાય છે. તેમણે કચેરીમાં વહીવટી તંત્રને પ્રશ્નો લઈ આવનાર અરજદારને શાંતીથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવા જણાવ્યુ હતું. પ્રેરણાત્મક ઉદ્દ્બોધનમાં સ્વામી આત્માનંદજીએ જણાવ્યું હતું કે ચિંતન કરવાથી જીવનમાં સરળતા તથા તરલતા આવે છે. લોકોના ભલા માટે નિયત કરાયેલ નિયમોને અનુસરીને વહીવટી જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરી લોકોના કામ…

Read More

મોરબી જિલ્લા કક્ષાનો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક કાર્યક્રમ ટંકારામાં યોજાશે

મોરબી, ૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે. ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારે કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ આયોજન અને ઉજવણીમાં જોડાય તેના પર ભાર…

Read More

ગાંધીનગર ખાતે સતત પાંચમા દિવસે પણ ખેડૂતોનું આંદોલન……

ગાંધીનગર, ગાંધીનગર ખાતે પાક વીમા ના પાંચમા દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂતો સમર્થન માટે પહોંચ્યા જેમાં જામનગર જિલ્લા ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ રીતે પોતાના હક માટે વીમા કંપની સામે મોરચો ખોલી ને સત્યાગ્રહ છાવણી પર બેઠા છે ત્યારે આજે પાંચમા દિવસે ખેડૂતો વિવિધ વિસ્તારમાંથી માટી લઈને આવ્યા હતા અને ધરતી ખેડીને ધાન્યન નીપજાવતા જગતના તાતને ધરતીની માટી લાવી કપાળ માં તિલક કરાવી વિજય ભવ ના આશીર્વાદ આપ્યા હતા. પાક વીમા માટે આંદોલનના પાંચમા દિવસે ખેડૂતો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આગામી તારીખ 9/01/2020…

Read More

કાંકરેજ ના આકોળી ગામે નાગરિક સંશોધન કાયદાની માહિતી આપવા સભા યોજાય

કાંકરેજ, ગતરોજ કાંકરેજના આકોળી ગામે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા દ્વારા નાગરિક સંશોધન કાયદા વિશે ગામલોકોને આ અંગે વધુ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઈસુભાઈ વાઘેલા, જેણુભા વાઘેલા, ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ : મનુભાઈ પરમાર બનાસકાંઠા

Read More

ઝાલોદ તાલુકા ના ખેડૂતો નું નેશનલ કોરિડોર હાઇવે માટે જમીન આપવાનો વિરોધ…

ઝાલોદ, કેન્દ્ર સરકાર ની ભારત માલા યોજના અંતર્ગત દિલ્હી મુંબઇ નેશનલ કોરિડોર હાઇવે માં ઝાલોદ તાલુકા ના 14 ગામો માંથી 358 જેટલા સર્વે નંબરો ની ખેડૂતો ની જમીન જતી હોવાથી ખેડુતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે .જ્યારે કેન્દ્ર સરકારે પુનઃ કોરિડોર નું જાહેરનામું બહાર પાડતા ખેડૂતો માં ઉગ્ર રોષ ફાટેલો જોવા મળ્યો હતો. તારીખ 02.01.20 ના ગુરુવાર ના રોજ 14 ગામના ખેડુતો પોતાના પરિવાર સાથે પ્રાંત કચેરી ,ઝાલોદ ખાતે ઉમટી પડ્યા હતા .અને 600 થી વધુ વાંધા ઓ રજુ કરી ને વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતો અને કોંગ્રેસ ના પૂર્વ સાંસદ…

Read More

ગાંધીનગર ખાતે ખેડૂતોએ પાક વિમા માટે કર્યું આંદોલન

ગાંધીનગર, ગાંધીનગર ખાતે તારીખ ૩-૧-૨૦૨૦ના રોજ સમગ્ર ગુજરાતના ખેડુતો પાકવિમાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે, આજે સ્વયંભુ રીતે એકઠા થયેલ ખેડુતો વિમાકંપની સામે મોરચો માંડીને પાકવિમા માટે મકકમતાથી બેસી ગયા છે. પાકવિમા માટે ગુજરાત ભરમાંથી જે. કે. પટેલ, રમણીક જાની, દશરથસિંહ ગોહિલ, શૈલેષભાઈ ઠકકર, કુલદીપભાઈ સગર, કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, રમેશભાઈ ઉભડીયા, ભાવેશભાઈ કોરાટ, રતનસિંહ ડોડીયા મહેશ જોષી વગેરે સહિત બહોળી સંખ્યામાં ખેડુતો પાકવિમાની માગણી સાથે ધરણા પર બેઠા છે. દરેક ખેડુતની એક જ માગણી છે કે પાકવિમો અમારો હક છે અને ચાલુ વર્ષે…

Read More

રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ

રાજકોટ શહેરમાં નવા વર્ષના અનુસંધાનને સ્પેશિયલ ડ્રાયવ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર કુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ નેચડા ને મળેલી બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાંથી જુદી.જુદી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બોટલ નંગ.1500 તેમજ ટાટા સુમો કાર સાથે 3 ઈસમો એવા ( 1) જલો માવજીભાઈ પારધી. જાતે.અનુ-જાતિ ઉ.28 રહે. ભગવતીપરા નંદનવન સોસાયટી રાજકોટ (2) સુરેશભાઈ મેધજીભાઈ સોલંકી. જાતે.અનુ-જાતિ ઉ.40 રહે. રોહિદાસપરા શેરીનં. 7 રાજકોટ (3) ઈલુ ભાણજીભાઈ બોરીચા. જાતે.અનુ-જાતિ. ઉ.29 રહે. રોહિદાસપરા શેરીનં.6 રાજકોટના ઓને પકડી પાડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર :  દિલીપ પરમાર રાજકોટ.

Read More

રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની તાડમાર તૈયારીઓ

*રાજકોટ,          રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડફલોર પર જાપાનીઝ ઓરેગામી પધ્ધતિથી વિશ્વ વિક્રમ સર્જનાર “ફલેગ ઓફ યુનિટી” બનાવવાનું કામ આર્ટીસ્ટ શ્રી વિરાજબા જાડેજા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જાપાનીઝ ઓરેગામી પધ્ધતિમાં માત્ર પેપર કટીંગની ચેઇન બનાવીને કોઇ પણ પ્રકારનો ગમ કે ફેવીસ્ટીકનો ઉપયોગ કર્યા વગર અંદાજે ૪૨ હજાર જેટલા કાગળો જોડીને ૨૨ દિવસમાં ૧૦x૬II ફુટનો આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા બનાવશે. જેમાં રાજકોટ શહેરની ૫૧ જેટલી શાળાના બાળકો તેમને આ કાર્યમાં સહયોગ આપી રહયા…

Read More