લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની અચૂક મતદાન કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા આણંદ…
Read MoreCategory: Politics
ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાની ચેરિટીતંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ તાલાળા રોડ ઈણાજ ખાતે નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ છે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ થતાં સાર્વજનીક ટ્રસ્ટો તથા સખાવતી મંડળીઓનાં ટ્રસ્ટીઓને ટ્રસ્ટ અંગેની કામગીરી જેવી કે, નવા ટ્રસ્ટની નોંધણી કરાવવી, ફેરફાર રિપોર્ટ રજૂ કરવા, જૂના સર્ટિફિકેટ જમા કરાવી નવા સર્ટિફિકેટ મેળવવા તથા ઓડિટેડ હિસાબો રજૂ કરવા, ફાળો ભરવા વગેરેની કામગીરી માટે તથા જાહેર જનતા જોગ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, વેરાવળ-તાલાળા રોડ, ઈણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથના સરનામે રાબેતા મુજબ…
Read Moreસોમનાથ મંદિર પાસે થયેલા ૧૦૦ જેટલા દબાણો દૂર કરતું તંત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસકાર્યો તથા શિવરાત્રિને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી. સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રભાસપાટણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વેરાવળ, મામલતદાર, વેરાવળ શહેર, સોમનાથ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં પરવાનગી વિના સભા, સરઘસ કે રેલી કાઢવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા આદર્શ આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અનિલ ધામેલિયાએ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૧૪/૦૪/૨૦૨૪ સુધી જિલ્લામાં કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં SVEEP(સ્વીપ) કોર કમિટીના સભ્યો તથા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે SVEEP (સિસ્ટમેટિક વોટર્સ એજેયુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન) કોર કમિટીના સભ્યો તથા જિલ્લાના નોડલ અધિકારીઓ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગેની કરેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ નવા મતદારો, દિવ્યાંગ મતદારો, માઈગ્રેટ મતદારો, ખાનગી સંસ્થાઓમાં કરી કરતા મતદારો વધુ જાગૃત બને અને મતદાન મથકોએ પૂરતી સગવડતા મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા…
Read Moreજામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર લોકશાહીના રાષ્ટ્રીય પર્વ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન અને મતદાર જાગૃતિ ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટેના બોર્ડ પર પોતાના નામની સહી કરી મતદાન કરવા અંગેના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Read Moreઆણંદ જિલ્લાના તમામ મતદારોને બંધારણ દ્વારા અપાયેલ બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની તારીખ જાહેર થતાં દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં મતદારો સહભાગી બની પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદારોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના ગૌરવ…
Read Moreલોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી– ૨૦૨૪ અંતર્ગત ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકર તેમજ હેલીપેડ, હેલીકોપ્ટર અને વીડિયોવાનના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળી રહે માટે અને અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ જિલ્લાના દરેક તાલુકા મથક ખાતે સબ નોડલ અધિકારીશ્રી તરીકે મામલતદારની નિમણૂંક કરી સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં મીટીંગ, લાઉડ…
Read Moreચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે કેસલેસ સુવિધા મળશે – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તદઅનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખના રોજ મતદાન યોજાનાર છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારી – કર્મચારીઓના આરોગ્યની ચિંતા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને રાજ્ય ચૂંટણી પંચની લેખિત સુચના મુજબ આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ/ કર્મચારીઓ કે જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે, તેમને ચૂંટણી ફરજ દરમ્યાન…
Read More૧૯૫૧ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા
હિન્દ ન્યુઝ, આણંદ આઝાદી બાદના સ્વતંત્ર ભારતવર્ષમાં ૧૯૫૧ ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ ૩૭ મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર ૧ થી ૧૧ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, અને અન્વયે મતદાન તા. ૨૭-૩-૧૯૫૨ ના રોજ થયું હતું. બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર ૧-બનાસકાંઠા, ૨-સાબરકાંઠા, ૩-પંચમહાલ કમ બરોડા, ૪-મહેસાણા પૂર્વ, પ-મહેસાણા પશ્ચિમ, ૬-અમદાવાદ, ૭-કૈરા ઉત્તર (Kaira North), ૮-કૈરા દક્ષિણ (Kaira South), ૯-બરોડા પશ્ચિમ, ૧૦-બ્રોચ (હાલનું ભરૂચ) અને ૧૧-સુરતની…
Read More