લાલપુર ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મહિલા પોલીંગ ઓફીસરનો તાલીમવર્ગ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર સંસદીય મતવિભાગમાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમો આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ 80-જામજોધપુર મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહિલા પોલીંગ ઓફીસરઓને એ.આર.ઓ. અને પ્રાંત અધિકારી અસવારની રાહબરી હેઠળ સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુર ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી અને…

Read More

રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. દેશના ગર્વ સમાન ચૂંટણીના…

Read More

મતદાન જાગૃતિ માટે પીજીવીસીએલનો પ્રેરક પ્રયાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની અન્વયે રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે ગીર સોમનાથ પીજીવીસીએલની ૭ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના ૬૯,૮૫૫ જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે. જિલ્લા મતદારો ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની ૭…

Read More

કલેક્ટરની ગામ, નગર અને નગરપાલિકાને આવરી લેતી મતદાર જાગૃતિરેલી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમા સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાનરૂપે વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી. આજે સવારે વેરાવળ નગરના ટાવરચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી વેરાવળ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ, કાજલી, લાટી, કદવાર, ભાલપરા, ડારી,…

Read More

સોજીત્રા મતવિભાગના પચેગામના મતદાન મથકની મુલાકાત લઈને ગ્રામજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આનંદ દશ મિનિટ દેશ માટે…લોકસભા ચૂંટણીમાં મતદાન માટે… આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના પચેગામ મતદાન મથકની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પચેગામ મતદાન…

Read More

આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે. આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક…

Read More

આણંદ ખાતે તા. ૬ એપ્રિલના રોજ ઇવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ   લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખે યોજાનાર છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ૧૬ – આણંદ સંસદીય લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮ – ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ઇવીએમ મશીનોની વિધાનસભા મત વિભાગવાર વહેંચણી માટે ઇવીએમ નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આગામી તારીખ ૦૬ એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે કરવામાં આવનાર છે. ઇવીએમ મશીન ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કર્યા બાદ વિધાનસભા…

Read More

આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ/વાજીંત્ર લે-વેચ કરનારે તેના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાડવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં કોઈ પણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ અને સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા અંગે કેટલાક પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અન્વયે માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ…

Read More

આવકવેરા હેઠળ જુનો વિકલ્પ સ્વીકારવા માંગતા પેન્શનરોએ તા. ૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં જાણ કરવી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લા તિજોરી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે કોઈ પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરો પૈકિ જે પેન્શનરો આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ (નવો વિકલ્પ અને જુનો વિકલ્પ) પૈકી ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાંહેધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ મળવાપાત્ર રોકાણો/ સંભવિત રોકાણોની બાંહેધરી અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫/૦૪/૨૦૨૪ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે. જે પેન્શનરોએ સંભવિત રોકાણોની બાંહેધરી આપેલ…

Read More

આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે રોટરી ક્લબ મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનશે

હિન્દ ન્યુઝ, આણંદ   ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તારીખો જાહેર થતાંની સાથે જ આ ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આણંદ લોકસભા મતદાર વિભાગના તમામ મતદારો મહત્તમ મતદાન કરે અને શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે રોટરી ક્લબ, આણંદ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને છેક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં મતદાન કરવા…

Read More