મતદાનના દિવસે ઉદ્યોગ જગતનો એકપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તેની ઉદ્યોગ ગૃહો કાળજી લે- કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  આગામી તા. ૭ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મતદાનના આ અવસરમાં ત્યારે સમાજના તમામ વર્ગો સાથે ઉદ્યોગ ગૃહો તથા તેના કર્મચારીઓ પણ સહભાગી થાય તે માટે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે. આજે ઇણાજ ખાતે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ ઉદ્યોગ ગૃહો સાથેના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં દરેક ઉદ્યોગ ગૃહો કારીગર વર્ગની અનુકૂળતા મુજબ શીફ્ટ ગોઠવે અને ઉદ્યોગમાં કાર્યરત દરેક કર્મચારી મતદાન કરે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સાથે સવેતન રજા આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ ઉદ્યોગ ગૃહના કર્મચારીઓ…

Read More

આણંદ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો ખાતે વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યની સાથે ત્રીજા તબક્કામાં આગામી મહિનાની ૭ મી તારીખના મંગળવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ દિવ્યાંગ મતદારો માટે ખાસ કરીને તેઓ મતદાન મથક ખાતે મત આપવા આવે ત્યારે તેમના માટે વ્હીલ ચેરની સુવિધા અને દરેક મતદાન મથક ખાતે રેમ્પની સુવિધા…

Read More

આણંદ જિલ્લામાં “તમારા મતદાન મથક ને જાણો” કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ બોરસદ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા. ૭ મેના રોજ મતદાન યોજનાર છે. જે અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાનના દિવસે કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિશે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો ઘણી વખત મુંઝવણ અનુભવતા હોય છે. આ બાબતને…

Read More

૧૬-આણંદ લોકસભા બેઠકમાં વિવિધ વિધાનસભા મતવિસ્તાર ખાતે હાથ ધરાઈ મતદાનજાગૃતિ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, આણંદ     ૧૬- આણંદ લોકસભા બેઠકના વિવિધ મતવિસ્તારોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.જેના ભાગરૂપે ૧૦૯- બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં આઈ.સી.ડી.એસ ઘટક-૨ ની આંગણવાડી બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને હું અવશ્ય મતદાન કરીશ સૂત્ર દ્વારા મતદારોને મતદાનનું મૂલ્ય સમજાવી અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ બોરસદ શહેરી વિસ્તારમાં આવેલ ભાઈશ્રી મોલના કર્મીઓ દ્વારા પણ મતદાન જાગૃતિના સ્લોગન સાથેના પોસ્ટર રજૂ કરી મતદારોને મતદાનની ફરજ નિભાવવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ અહિમા ગામની દૂધ ઉત્પાદક…

Read More

તા. ૭ મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન જરૂર કરો – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ,આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય છે સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે, તેથી જ મતદાનના દિવસે વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે. આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી…

Read More

આણંદ જિલ્લામાં તા. ૦૧-૦૪-૨૦૨૪ ની પરિસ્થિતિએ ૧૧,૩૩૧ મતદારોનો વધારો નોંધાયો

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ જે મતદારોની ઉંમર તારીખ ૧ લી એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતી હોય તેવા મતદારો નામ નોંધાવવા માટે તેમને ફોર્મ ભરવા જણાવાયું હતુ જે અન્વયે આણંદ જિલ્લાના જે મતદારો તા. ૧-૪-૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હતા તેવા મતદારોએ ફોર્મ રજૂ કર્યા હતા, જે મંજૂર થતા તા.…

Read More

આણંદ જિલ્લામાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યની સાથો સાથ આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની સાતમી તારીખના રોજ સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી મતદાન યોજવાનું છે, ત્યારે આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ તૈયાર કરવાની પ્રક્રિયા એટલે કે ઈવીએમ કમિશનીગની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયાની જાણકારી બાબતે આણંદ, ઉમરેઠ, આંકલાવ‌ અને બોરસદ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની આ મુલાકાત દરમિયાન ‘‘તમારા મતદાન મથકને…

Read More

૧૯૯૮ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખાજોખા

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભાની ૧૨ મી સામાન્ય ચૂંટણી ૧૯૯૮ ના વર્ષમાં યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યની ૨૬ બેઠકોની ચૂંટણી અન્વયે તા. ૨૮ મી ફેબ્રુઆરી – ૧૯૯૮ ના રોજ મતદાન થયું હતું, અને તા. ૨ જી માર્ચ – ૧૯૯૮ ના રોજ મત ગણતરી થઈ હતી. ગુજરાત રાજ્યમાં યોજાયેલી લોકસભાની આ સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા ૨,૮૭,૭૦,૩૦૬ મતદારો પૈકી ૫૯.૩૧ ટકા મતદારોએ એટલે કે, ૧,૭૦,૬૨,૮૩૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૯૮ ના વર્ષમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં રાજ્યના પુરૂષ અને મહિલા મતદારોએ કરેલા મતદાનને સવિસ્તાર જોઈએ તો,…

Read More

આદિમ જાતિ બહુલ માધુપુર-જાંબુર ગામ ભાતીગળ રંગે રંગાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આદિજાતિ બહુલ માધુપુર-જાંબુર ગામે પહોંચ્યાં હતાં. કલેકટરએ માધુપુર-જાંબુર ગામમાં આદીમ જાતિને ધ્યાનમાં રાખીને ગામમાં ઊભાં કરવામાં આવનાર મતદાન બુથને આદિમ સંસ્કૃતિ મુજબ ભાતીગળ રીતે ઊભા કરવામાં આવે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર જણાવ્યું હતું કે,આ ગામની સ્વચ્છતા કરીને રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગામમાં દિવાળી જેવો અવસર હોય તેવી રીતે શણગારવામાં આવશે. તેમજ મતદાનના દિવસે આદિમ જૂથના નાગરિકો સમૂહમાં પોતાની ભાતીગળ વેશભૂષામાં એક સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટેની તેમણે…

Read More