વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આજે વિશ્વ મેલેરિયા દિવસના ઉપલક્ષમાં યોજાયેલ સાયકલ રેલી અંતર્ગત કલેક્ટર સાયકલ ચલાવતાં-ચલાવતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આકસ્મિક રીતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સાથે પહોંચીને અચાનક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓની ચકાસણી કરી હતી. કલેકટરએ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લઇ અને દવાના સ્ટોક રજિસ્ટ્રર, હોસ્પિટલ સ્ટાફ અને હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવીને હોસ્પિટલમાં સ્વચ્છતા સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરી હોસ્પિટલ તંત્રને…

Read More

જામનગરના ૨૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમુલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો

હિન્દ ન્યુઝ, જામનગર       દર વર્ષે 18મી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરીટેજ ડે મનાવવામાં આવે છે.વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ હેરીટેજ ડે ઉજવણી અંતર્ગત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૧૮મી એપ્રિલ ૨૦૨૪ના રોજ “વર્લ્ડ હેરીટેજ ડે એક્શિબિશન”નુ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EM 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા. 27-04-2024 થી તા. 2-05-2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા. 02-05-2024 થી તા. 04-05-2024 સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Read More

જિલ્લામાં દ્વિચક્રીય-ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરિઝ GJ32M,N,P,R,AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે ફરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.૨૫ એપ્રિલ થી તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધી અરજદારો અરજી કરી શકશે તેમજ ઈ-હરાજીનો ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૨૭ એપ્રિલ ૨૦૨૪ના ચાર વાગ્યાથી તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ના નિયત કરેલા સમય સુધીનો રહેશે. ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા…

Read More

ગીર સોમનાથ કોર્ટમાં લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા શુભ હેતુસર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્ય સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વેરાવળ ખાતે લગ્નવિષયક (મેટ્રોમોનિયલ) કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રિ-લિટીગેશન લોક અદાલત એ દંપતિઓને કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની વ્યવસ્થા છે. જેમાં કાયદા અનુસાર લગ્નજીવનની તકરારોનું નિઃશુલ્ક અને સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરાશે. તા.૧૯ એપ્રિલથી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતથી કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા…

Read More

જામનગર શંકર ટેકરીમાં ‘હિન્દુ સેના’ની નીકળી ભવ્ય રામ સવારી

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે રામસવારીનું પ્રસ્થાન કરી શ્રી રામ અને શ્રી હનુમાનજી સ્વરૂપે રામસવારી બપોરે 1:30 વાગ્યે વાંજતે ગાજતે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, આ વિસ્તારના કોર્પોરેટર પ્રવિણસિંહ જાડેજા, બીજેપીના હિતેશ શેઠિયા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરીના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાદ સાથે રામ સવારી ફરી અને લોકો રામમય બની ગયા હતા.      રામસવારી પ્રસ્થાન વખતે ચારણ સમાજ, ભણસાલી સમાજ, રાજપૂત સમાજ અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ…

Read More

ધોધા તાલુકાના ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ધોધા ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. ૧૯/૦૪/૨૦૨૪ થી તા. ૨૧/૪/૨૦૨૪ સુધી ૩ દિવસ ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં વિસ્તારમાં કોઈપણ…

Read More

હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન : પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું…

Read More

જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની તમામ જૂની નંબર સિરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.19/04/2024 થી 21/04/2024 ના બપોરના 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.21/04/2024 થી 23/04/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.23/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી…

Read More