અમદાવાદ: તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે. રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે આમ કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત ઓળખીતી…
Read MoreAuthor: Admin
પેટીએમને 7000 કરોડનું રોકાણ મળ્યું, કંપનીનું હાલનું વેલ્યુએશન 1.14 લાખ કરોડ
નોઈડાઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને 1 અબજ ડોલર(7,171 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ વર્ષે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ટી રો પ્રાઈસ, અલીબાબા ગ્રુપની આન્ટ ફાઈનાન્શિયલ અને જાપાનની સોફટબેન્ક વિઝન ફન્ડે મળીને પેટીએમમાં આ ફન્ડિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ પેટીએમનું હાલનું વેલ્યુએશન 16 અબજ ડોલર(1.14 લાખ કરોડ રૂપિયા) માનવામાં આવી રહ્યું છે. વેલ્યુએશનમાં પેટીએમ દેશની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની પેટીએમએ ગત વર્ષે વોરેન બફેટની હેથવે પાસેથી 30 કરોડ ડોલરનું રોકાણ એકત્રિત કર્યું હતું. તે સમયે…
Read Moreએલવીએમએચ ગ્રુપ 1.16 લાખ કરોડ રૂપિયામાં અમેરિકાની 182 વર્ષ જુની જ્વેલરી કંપની ટિફનીને ખરીદશે
ન્યુયોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રુપ એલવીએમએચ અમેરિકાની 182 વર્ષ જુની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને 16.2 અબજ ડોલર(1.16 લાખ કરોડ રૂપિયા)માં ખરીદીશે. ફ્રાન્સના એલવીએમએચ સોમવારે આ માહિતી આપી. આ એલવીએમએચની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. એલવીએમએચ 135 ડોલર પ્રતિ શેરના ભાવ પર ટિફિનીને ખરીદવા તૈયાર થયું છે. ટિફનીના વિશ્વભરમાં 300 સ્ટોર, 14 હજાર કર્મચારી ટિફનીની શરૂઆત ન્યુયોર્કમાં 1837માં થઈ હતી. 1961માં આવેલી આઈ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફિનમાં પણ તે વિશે જણાવવામાં આવ્યું. કંપનીના પ્રોડક્ટ્સના પેકિંગમાં વાપરવામાં આવનાર બ્લૂ બોક્સ તેની ખાસ ઓળખ છે. વિશ્વભરમાં કંપનીના 300 સ્ટોર અને 14…
Read Moreઅનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો
મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગનો શેર અઢી મહીનામાં 950% ચઢ્યો છે. 9 સપ્ટેમ્બર બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તે દિવસે બીએસઈ પર શેર 73 પૈસા પર બંધ થયો હતો, હાલની પ્રાઈસ 7.67 રૂપિયા છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો ગાળો છે. 2009માં શેરનું લિસ્ટિંગ થયું હતું. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ શેરમાં ઝડપથી અટકાળબાજી થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેઆરઆઈએસના ડાયરેક્ટર અરુણ કેજરીવાલનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા પોતાના હિતો માટે અટકળબાજી કરવી તે શેરમાં તેજીનું કારણ હોઈ શકે છે.…
Read Moreન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું, 205 રનની ઇનિંગ્સ રમનાર બીજે વોટલિંગ મેન ઓફ ધ મેચ બન્યો
સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ઓવલ ખાતે એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 55 રનમાં 3 વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વેગનરે 17 બોલના ગાળામાં 3 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરની કમર તોડી વેગનરના સ્પેલમાં ઇંગ્લિશ ફેલ થયું હતું. તેણે 17 બોલમાં 1 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરિણામ રૂપે ઇંગ્લેન્ડ 132/5થી 138/8. તેણે…
Read More2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ
ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને તેના ઘરઆંગણે હરાવી બહુ મોટી વાત કહેવાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ એશિયન ટીમો માટે લાંબા સમય સુધી નિરાશાજનક રહ્યો છે. બીજી તરફ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટીમો એશિયામાં ઘણીવાર હાવી રહી છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું અને તે સાથે જ 2010ના દાયકામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી લીધી હતી. એક નજર કરીએ ભારતના આ દાયકામાં ઘરઆંગણે પ્રદર્શન પર અને પછી તેની સરખામણી 2000ના દાયકાની ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે કરીને જાણીએ કઈ ટીમ ઘરઆંગણે ઓલટાઈમ બેસ્ટ છે. ભારતે 2010ના દાયકામાં 18માંથી 16 સીરિઝ…
Read Moreશોએબ અખ્તરે કહ્યું- અમે શીખવા નહીં, જીતવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છીએ, બહાના કાઢવા ખોટા છે
સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ શીખવા નહીં, પરંતુ જીતવા ગઈ છે. બે ટેસ્ટની સીરિઝમાં બ્રિસ્બેન ખાતેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી અખ્તરે આ ટિપ્પણી કરી હતી. બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સથી હાર્યા પછી હેડ કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે કહ્યું હતું કે, ટીમને આ પ્રવાસ પર ઘણું શીખવા મળશે. આના જવાબમાં અખ્તરે કહ્યું કે- બહાના કાઢવા ખોટા છે. ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં અખ્તરે મીડિયાને કહ્યું કે, જયારે કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય છે તો…
Read Moreધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ
સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2020ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું…
Read Moreનવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેક માફિયા’ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીતી, ‘સેફ હાર્બર’ આગળ ‘સેક્રેડ ગેમ્સ’ ના ટકી શકી
ન્યૂ યોર્કઃ 47મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2019 તાજેતરમાં જ ન્યૂ યોર્કના મેનહટ્ટનની ન્યૂ યોર્ક હિલ્ટન મીડટાઉન હોટલમાં યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ્સમાં ‘લસ્ટ સ્ટોરી’ બેસ્ટ મૂવી/મીની સીરિઝ માટે નોમિનેટ થઈ હતી. જોકે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન થ્રિલર સીરિઝ ‘સેફ હાર્બર’ જીતી ગઈ હતી. ‘લસ્ટ સ્ટોરી’ તથા ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર-કાસ્ટ આ એવોર્ડ શોમાં જોવા મળી હતી. નવાઝે એવોર્ડ જીત્યો નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેકમાઈફિયા’ સીરિઝે બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. આ સીરિઝમાં નવાઝ ભારતીય બિઝનેસમેન દિલી મહેમૂદનો રોલ પ્લે કર્યો હતો. રાધિકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી રાધિકાએ રેડ કાર્પેટની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી…
Read Moreછ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠી-કરન પટેલનો શો ‘યે હૈં મહોબ્બતેં’ બંધ થશે, સ્પિન-ઓફ શો ‘યે હૈં ચાહતેં’ આવશે
મુંબઈઃ એકતા કપૂરનો ડેઈલી શો ‘યે હૈં મહોબ્બતે’ છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી. સ્પિન-ઓફ શો શરૂ થશે જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે.…
Read More