હિન્દ ન્યૂઝ, ધારી
ધારી બજરંગગ્રુપ દ્વારા સ્મશાન ની અંદર સરપણ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરીબ લોકોને વિનામૂલ્યે સ્મશાન ની અંદર થી લાકડા મળી શકશે. ધારી ગામમાં જ્યાં પણ ભયજનક વૃક્ષો હશે ત્યાંથી બજરંગ ગ્રુપ દ્વારા આવા વૃક્ષો સત્તાવાળાની મંજૂરીથી હટાવી આવા વૃક્ષોના લાકડાનો ઉપયોગ સ્મશાનમાં કરવામાં આવે છે. તસવીરમાં સ્મશાન ની અંદર લાકડાની વ્યવસ્થા કરતાં બજરંગ ગ્રુપ ના ધર્મેન્દ્રભાઈ લહેરુ, વિનોદભાઈ ચોડવડીયા અને અન્ય કાર્યકરો નજરે પડે છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી