બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડનુ મુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડ બનાવવા નુ માન.ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા ના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું. અને અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ દવે અને સરપંચ જોધાભાઈ પટેલ હાજર હતા. ગામ લોકો પણ હાજર હતા. ડેરી ના ચેરમેન કરતાભાઈ પટેલ પણ હાજર હતા. અને મહેશભાઈ દવે પ્રવચન આપીને આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા ના લાખણી તાલુકાના કુંડા થી કોટડા ગામે જવા માટે નો કાચો રસ્તો વર્ષો થી હતો અને આ રસ્તા નુ કામ ચાલુ ટૂંક સમયમાં થઈ જાશે કુંડા ગામનાં સરપંચ જોધાભાઈ વારંવાર અરજી કરી ને કાચાં નેળીયા ને પાકો ડોમર વાળો રસ્તો મંજૂર કરાયો. આજે માન.ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા ના હસ્તે મુહૂર્ત કરવાં મા આવ્યું. ગામ લોકો મા ખુસી જોવા મળી રહી છે. ગામ લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment