સુરત,
સુરતના વસવારી મુકામે મદનેશ્વરી ધ્યાન મંદિરે તા૮-૧ બુધવારે ભવ્ય તેમજ દિવ્ય ૧૧ કુંડી શ્રી હોમાત્મક મહા લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો.
યજ્ઞ પ્રારંભ સવારે સાત વાગે થયેલ યજ્ઞ પૂણાઁહુતી સાંજે પાંચ વાગે થયેલ, વસવારી, અમરોલી-સાયણ રોડ, તળાવની બાજુમાં, મદનેશ્વરી ધ્યાન મંદિરે આ મહાયજ્ઞ યોજાયેલ આ મહાયજ્ઞ મા ત્રિપાખ સાધુ સમાજ ના સંતો મહંતો ઉપસ્થિત રહેલ, યજ્ઞના આચાર્ય શાસ્ત્રી મયુરકુમાર પંડયા(સુર્યપુર પાઠશાળા-રાજાવદર)રહેલ, બપોરે ૧૨ વાગે મહાપરસાદનુ આયોજન રાખેલ જેમા વિશાળ સંખ્યામાં સંતો મહંતો ભાવિકોએ ભોજન લીધેલ, આશ્રમ ના મહંત પૂ.મદનગીરીબાપુ ગુરુશ્રી મહેશગીરી માતાજી દ્વારા તમામ સાધુ સંતોને આદર્શ સત્કાર કરેલ હતું.