સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિ ની પૂર્વ સંધ્યાએ સંગીત કાર્યક્રમ અને પ્રેમના પટારાનું લોકાર્પણ

રાજકોટ,

તા.11.1.2020 ને શનિવારના રોજ સાંજે 4:00 કલાકે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવેકાનંદજીની પ્રતિમા પાસે સ્વામી વિવેકાનંદજીના જીવન-કવન સંગીત કાર્યક્રમ તથા “પ્રેમના પટારા” નું લોકાર્પણ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો.સંજીવભાઈ ઓઝાના વરદહસ્તે કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ “પ્રેમના પટારા” નું કેમ્પસ ખાતે નિર્માણ કરેલ છે. આ “પ્રેમના પટારા” નો મુખ્ય ઉદ્દેશ આપણા ઘરમાં રહેલ જુના કપડા.બુટ. જુની વસ્તુઓ પ્રેમના પટારામાં આપી સમાજના જરુરીયાતમંદને મદદરૂપ થવાનો છે. આ પ્રેમના પટારામાં રાજકોટ શહેરના નાગરીકો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ પોતાના પાસે રહેલ બિનવપરાશી ચીજવસ્તુઓ, કપડાં તથા અન્ય જમા કરાવી સમાજના જરુરીયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકે છે.

આપના ઘરમાં-આપની પાસે રહેલ જુના કપડા. જુની વસ્તુઓ હોય તો સાથે લાવી પ્રેમના પટારામાં જમા કરાવી યોગદાન આપવા માન. કુલપતિ, ઉપકુલપતિ એ અપીલ કરેલ છે.

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યઓ, ડીનઓ, સેનેટ સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment