દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ કરી આંગણવાડી કેન્દ્ર પીછોડા ૨ ની મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ

     રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૨૬ ની ઉજવણી અંગે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ સંજેલી તાલુકાના માંડલી સેજાના પીછોડા ગામની આંગણવાડી કેન્દ્ર પીછોડા ૨ ની મુલાકાત લીધી.

દાહોદ:-દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીએ સંજેલી તાલુકાના પિછોડા ગામની પિછોડા-૨ આગંણવાડી કેન્દ્રની મુલાકાત લીધી

મુલાકાત દરમિયાન જેમાં આંગણવાડી કાર્યકરબહેન, તેડાગર બેન, તેમજ ગામનાં સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકો કિશોરીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પોષણ માસ ની ઊજવણી અંતર્ગત કાર્યકર, તેડાગર બહેનો દ્રારા THR અને મિલેટસ્ માંથી બનાવેલ વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું પોષણ માસ ની મુખ્ય થીમ “આપણી આંગણવાડી આપણી જવાબદારી”અંતર્ગત 5 મુખ્ય થીમ ની વિગત વાર ચર્ચા કરવામાં આવી.પોષણ માસ દરમિયાન લોકો ની સહભાગિતા વધે. વધુમાં વધુ લાભાર્થી યોજનાનો લાભ લઈ શકે.તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું પોષણ માસ દરમિયાન પિછોડા ૨ કેન્દ્ર ની શાળામાં ન જતી કિશોરી ને પુન: પ્રવેશ આપવામાં આવ્યો અને આ કિશોરી સ્કુલ સુધી સાથે જાય એની બીજી ૫ કિશોરીઓને જવાબ દારી સોંપવામાં આવી.

આ સાથે કિશોરીઓ અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને THR (પૂરક પોષણ) તેમજ મિલેટ્સઆધારિત વાનગીઓના મહત્વ વિશે સમજણ આપવામાં આવી,ત્યારબાદ તમામ સહભાગીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા. 

Related posts

Leave a Comment