વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પોરબંદર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાશે

હિન્દ ન્યુઝ, 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ અને જનકલ્યાણલક્ષી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત તા.૯ જૂનના રોજ જિલ્લાના વિકાસકાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં થયેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યો અંગે પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ વિકાસસ્થળોની મુલાકાત કરાવવામાં આવશે.

તા.૯ જૂનના રોજ સવારે ૯:૦૦ કલાકે યાત્રાનો પ્રારંભ ધારમપુર સ્થિત આઈ.ટી.આઈ. બિલ્ડિંગ અને મેડિકલ કોલેજની મુલાકાતથી થશે. ત્યારબાદ યાત્રામાં પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે, દેગામ ખાતે આવેલી આર.ટી.ઓ. કચેરી, ખાપટ ખાતેનું કસ્તુરબા વિદ્યાલય બિલ્ડિંગ, પોરબંદર સ્થિત આર.જી.ટી. કોલેજ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ સંકુલ, ગોસા ખાતેનો મોકર સાગર, ટુકડા ગોસા પ્રાથમિક શાળા, ભડ ખાતેનું પી.એચ.સી. સેન્ટર તેમજ માધવપુર ખાતે આવેલ શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી મંદિર સહિતના વિકાસકાર્યો અને જાહેર સુવિધાઓની મુલાકાત લેવામાં આવશે.

‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા છેલ્લા વર્ષોમાં જિલ્લામાં થયેલા વિકાસકાર્યોને નજીકથી નિહાળવાની અને તેમના લાભોથી માહિતગાર થવાની તક મળશે. આ કાર્યક્રમ દ્વારા વિકાસની ગાથાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Related posts

Leave a Comment