અબડાસા તાલુકાના તેરા ગામે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ ગામના તળાવ તથા જળાશયોની સ્વચ્છતા માટે વિશેષ સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, કચ્છ

     સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત આજરોજ અબડાસા તાલુકાના તેરા ગામે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ ગામના તળાવ તથા જળાશયોની સ્વચ્છતા માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જળાશયોને સ્વચ્છ રાખી પર્યાવરણ સંરક્ષણ તેમજ જનજાગૃતિ લાવવાનો હતો.

  તળાવની આસપાસ તથા અંદર રહેલા પ્લાસ્ટિક, કચરો અને અન્ય ગંદકી દૂર કરી જળાશયને સ્વચ્છ બનાવવા ગ્રામજનોએ શ્રમદાન કર્યું હતું .

આ પ્રસંગે ગામલોકોને જળાશયોમાં કચરો ન નાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અભિયાન દ્વારા ગામમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો અને ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment