ગાંધીનગર ખાતે પર્યાવરણની રક્ષાની સાથે-સાથે મહિલાઓને રોજગારી!

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા સેક્ટર-21ના શાકમાર્કેટ ખાતે અદ્ભુત વ્યવસ્થા ઊભી કરાઈ; અહીં કોઈપણ નાગરિક ઘરના જૂના – નકામા કપડાં લઈને જાય એટલે ત્યાં હાજર બહેનો તેમાંથી કાપડની સુંદર થેલીઓ સીવી આપે છે! આ પહેલથી પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટે છે તેમજ કેટલીય સ્થાનિક બહેનોને ગૌરવપૂર્ણ રોજગારી પણ મળી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની આ નવતર પહેલને વ્યાપક પ્રતિસાદ; ઓગસ્ટ 2025માં સેક્ટર-21 ખાતે RRR (રિડ્યુસ, રિયુઝ, રિસાઈકલ) સેન્ટર શરૂ કરાયું હતું કે જેની સફળતા બાદ આ અભિયાનને વધુ વેગ આપવા માટે ટીપી 9 ગુડા ગાર્ડન ખાતે RRR સેન્ટર એપ્રિલ 2026માં શરૂ કરાયું છે.

Related posts

Leave a Comment