ખેડા જિલ્લામાં ૬૯ કેન્દ્રો પર ૪૭,૬૧૧ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

હિન્દ ન્યુઝ, ખેડા

     ખેડા જિલ્લામાં ૨૫૬૦થી વધુ કર્મયોગીઓ અને CCTV સર્વેલન્સ સાથે પરીક્ષાનું ચુસ્ત આયોજન કરવામાં આવી રહ્યું છે. 

બોર્ડની પરીક્ષા સંદર્ભમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે શિક્ષણ વિભાગ દ્વારા ૨૫-૦૨-૨૦૨૬ થી ૧૯-૦૩-૨૦૨૬ સુધી કંટ્રોલરૂપ અને હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે.

સવારે ૦૭ થી બપોરે ૦૨ કલાક સુધી નિકુંજભાઈ પ્રજાપતિને મોબાઈલ નંબર ૯૬૬૨૬૯૦૧૪૩ ઉપર અને બપોરે ૦૨ કલાકથી સાંજે ૦૮ કલાક સુધી નરેન્દ્રભાઈ પટેલને મોબાઈલ નંબર ૮૧૬૦૦૭૫૩૨૦ ઉપર સંપર્ક કરી શકાશે.

વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના માનસિક તણાવના સંદર્ભમાં વિશેષ રૂપે કાઉન્સેલિંગનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.  

પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે જેની ખાસ નોંધ લેેવા સર્વે વિદ્યાર્થી મિત્રોને વિનંતી. 

Related posts

Leave a Comment