મહુવા તાલુકાના કાછલનીસરકારી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ‘ઉદ્દિશા પ્રકલ્પ’ અંતર્ગત રિઝ્યુમ રાઈટિંગ અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મહુવા 

    મહુવા તાલુકાના કાછલની સરકારી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ‘ઉદ્દિશા પ્રકલ્પ’ અંતર્ગત રિઝ્યુમ રાઇટિંગ અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પર સેમિનાર યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્ય ડૉ.ભાવેશ ઠક્કરે વિદ્યાથીઓને શૈક્ષણિક લાયકાત અને બદલાતા સમય અનુરૂપ રિઝ્યુમ બનાવવાની કળા તેમજ ઇન્ટરવ્યૂ માટેની તૈયારી અને આત્મવિશ્વાસ કેળવવા પર ભાર મૂક્યો હતો. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ આદર્શ રિઝ્યુમ તૈયાર કરવા અને ઇન્ટરવ્યૂ માટે ધ્યાન રાખવાની બાબતો અંગે પ્રેક્ટિકલ સમજ પૂરી પાડી હતી. સાથે જ સેમિનારમાં તાલીમાર્થીઓએ નિષ્ણાતો પાસે કારકિર્દીને લગતી મૂંઝવણોનું નિરાકરણ મેળવ્યું હતું. 

            આ પ્રસંગે કાછલ કોલેજના ડૉ.જિજ્ઞેશ રાઠોડ અને સંચાલન તાલીમાર્થીઓ નેહા યાદવ અને કૃતિ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાગ લીધેલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment