હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, દાહોદ તાલુકાના ગારખાયા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે “વ્હાલી દિકરી યોજના”અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યોજનાના લાભાર્થીઓને યોજનાની હેતુ, પાત્રતા અને લાભોની વિગતવાર માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અરજી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો, ઓનલાઈન નોંધણી અને સમયમર્યાદા અંગે સમજણ આપવામાં આવી તેમજ વધુમાં વધુ લાભાર્થીઓ સમયસર અરજી કરે તે માટે પ્રેરણા અપાઈ.
આ પ્રસંગે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત દીકરીઓને “દીકરી વધામણા કિટ” અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી, મેડિકલ ઓફિસર, વિભાગીય કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
