ટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે તા : ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત માણવા મળશે દેશી ભોજનનો સ્વાદ

હિન્દ ન્યુઝ, દાહોદ

     ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોકલ ફોર લોકલ તેમજ હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી સૂત્ર ને સાર્થક કરવા માટે દાહોદ જિલ્લામાં ટ્રાયબલ મ્યુઝિયમ, દાહોદ ખાતે તા: ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન આયોજિત સશકત નારી મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના સૌ નાગરિકો / દાહોદવાસીઓને પરિવાર સાથે પધારવા દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

સ્વદેશી મેળામાં વિશેષ

– સ્વદેશી મેળાનો સમય સવારે ૧૦ થી ૯ કલાક સુધીનો રહેશે.

– ૩ દિવસ દરમ્યાન સાંજે ૬ થી ૮ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

– ૩ દિવસ દરમ્યાન સ્વાદિષ્ટ દેશી ભોજન / વાનગીઓનો લ્હાવો મળશે.

– તા:૧૯-૧૨-૨૦૨૫ ના રોજ બહાદુર ગઢવી દ્વારા લોક ડાયરો યોજાશે.

– તા:૨૦-૧૨-૨૦૨૫ ના રોજ બંસરી કલા વૃંદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

     એ સાથે સખી મંડળ દ્વારા નિર્મિત વિવિધ ઉત્પાદનો, હસ્તકલા, વાંસકામ, માટીકામ પ્રાકૃતિક ખેત પેદાશો અને અન્ય બનાવટો તેમજ અન્ય પ્રોડકટના પણ સ્ટોલ રહેશે જેના પરથી ખરીદી કરી શકાશે. સ્વદેશી ભોજનમાં આપણે સૌ બાજરી/મકાઈના રોટલા, મેથીની ભાજી, રીંગણનો ઓળો, દાળ બાટી તેમજ દાહોદ જિલ્લાનું સ્પેશિયલ અને આદિવાસી ખાણું દાળ પાનિયા ખાવાનો લ્હાવો મળશે. એ સાથે ઘણુંય.

તો.. ચાલો દાહોદ વાસીઓ, આપણે સૌ તારીખ ૧૮ ડિસેમ્બર થી ૨૦ ડિસેમ્બર સુધી યોજાઈ રહેલા આ મેળાને જાણવા, માણવા ને આપણી બહેનો ને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવા. 

Related posts

Leave a Comment