હિન્દ ન્યુઝ, ગાંધીનગર
VGRC કચ્છ અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક વિકાસના ઉભરતા કેન્દ્રો તરીકે પ્રદર્શિત કરશે; આ કૉન્ફરન્સ તા. 8 – 9 જાન્યુઆરી, 2026 ના રોજ રાજકોટ ખાતે યોજાશે.
આ કૉન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદર, લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજો, ગ્રીન એનર્જી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની તકોને પ્રકાશિત કરાશે.
