ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી કરાઇ

ગીર-સોમનાથ,

 

દેશનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટર અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટરએ ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા.

આ પ્રસંગે કલેકટરએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા રહેવાસીઓને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે. ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરએ દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન આપણને પ્રેરણા આપે છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કોરોના વાયરસની મહામારીમા જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો અને વહીવટી તંત્રના કર્મયોગી કોરોના વોરિર્યસને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું. સરકારની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુબજ ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, નગરપાલીકાના પ્રમુખ દિલીપભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર ડો. બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રજાપતિ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, સુશીલ પરમાર, કલેકટરનાં ધર્મપત્નિ શ્રીમતી મોનાલીસા ઝા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment