બનાસકાંઠા,
કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે ૧૬ ઓગસ્ટ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ ધાનેરા પંથકની રેલ નદીમાં નવા નીર નું આગમન થયું છે. જેને લઇ લાખણી ના ચાર જેટલા ગામોમાં રેલ નદી પાસેના રહીશોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે તમામ તલાટી કમ મંત્રીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકની રેલ નદી માં નવા વરસાદી નીર આવતા કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગત રોજ લાખણી મામલતદારે રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કુડા, મટુ , નાણી અને કતારવા સહિતના નદી કીનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચન કર્યું છે. નોંધનીય છે કે 2015 અને 2017માં રેલ નદી માં પાણી આવતા લાખણીના કુડા અને નાણી ગામોમાં વિનાસ સર્જાયો હતો. ગત મોડી રાત્રે આવેલા મુશળધાર વરસાદ અને રાજસ્થાનમાં પણ સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ત્રણ વર્ષથી સુકી પડેલી ધાનેરા ની રેલ નદી માં વહેલી સવારે નવા નીર આવ્યા હતા. જેને લઇ ધાનેરા તાલુકા ના શિયા ડુગડોલ પેગીયા ધરણોધરમા વરસાદી પાણીના વહેણ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : ભરતભાઇ ચૌહાણ, લાખણી