રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

     સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. રાજકોટની રોજગાર કચેરી દ્વારા ચૌધરી હાઈસ્કુલ સ્થિત એમ.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં છેલ્લા અઢી વર્ષમાં ૧૭૭થી વધુ રોજગાર મેળાઓમાં ૮૦ હજારથી વધુ ઉમેદવારોને સારા પગાર ધોરણથી નોકરી મળી છે.

     આ ભરતી મેળામાં એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટ મેનેજર, એચ. આર. મેનેજર, વિડીયો એડિટર, ઈમિટેશન, રિપોર્ટર, કેમેરા જર્નાલીસ્ટ સહિતની ૪૦૦ જગ્યાઓ માટે વિવિધ ૧૬ ખાનગી કંપનીઓ હાજર રહી હતી. જેમાં આશરે ૭૦૦ ઉમેદવારોએ નોંધણી કરાવી અને ઇન્ટરવ્યુ સહિતની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. 

Related posts

Leave a Comment