હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લાનની સહકારી મંડળીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખી આર્થિક સશક્તિકરણની વાત જાહેર કરી.
જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલા પશુપાલકો આજે પોતાની સફળતા અને સમૃદ્ધિની ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી રહ્યા છે.
વીજુબેન મકવાણાના જણાવ્યા મુજબ, એક ભેંસ અને બે ગાયથી રોજ ૨૦ લિટર દૂધ મળે છે, આ દૂધનો સહકારી મંડળી પાસેથી પૂરતો ભાવ મળવાથી મહિલા પશુપાલકો વધુ સક્રિય બની રહી છે.
જગદીશભાઈ ગાંગાણીએ કહ્યું, “સહકારી ક્ષેત્રે દેશ મજબૂત બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની યોજનાઓના કારણે ખેડૂત અને પશુપાલકો આર્થિક રીતે સશક્ત બની રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે.”
📈 શ્રી જીયાણા મંડળીમાં દૂધનો વધારો:
શરૂઆતમાં દૂધ આવક: ૩૫ લીટર/દિન
હાલ દૂધ આવક: ૧૫૦૦–૧૭૦૦ લીટર/દિન
સભ્યોની સંખ્યા: ૨૫૦
સહાય અને વીમો: ૧૦ લાખ
આ પહેલ દ્વારા, સહકારી મંડળીઓને મજબૂત માળખું મળ્યું છે અને ખેડૂતો તથા પશુપાલકોને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટેના પૂરતા પ્રયાસો પૂરાં થઈ રહ્યા છે.
“ચાલો, સહકારી ઉદ્યોગને મજબૂત બનાવી, દરેક ખેડૂત અને પશુપાલકને સમૃદ્ધિનો હક આપીએ!”
