“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા

‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૫’

હિન્દ ન્યુઝ, ડાંગ

   રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના ગામે ગામ વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 

આજ રોજ ડાંગ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ, શાળાઓ તથા જાહેર સ્થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, ગ્રામ આગેવાનો તથા તાલુકા અને ગામ પંચાયતોનો સ્ટાફ, આગણવાડી બહેનો,ગામના નાગરિકો સૌએ મળીને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન તેમજ પોતાની ભાગીદારી નોંધાવી સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

નોંધનીય છે કે,આ અભિયાનનો મુખ્ય હેતુ ગામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ પર્યાવરણ સર્જવું તેમજ નાગરિકો માં આરોગ્યપ્રદ જીવન શૈલી વિકસાવવી,જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની જવાબદારી અંગે સંદેશ આપવાની સાથે સાથે આ અભિયાન દ્વારા સ્વચ્છ ગામ, સ્વચ્છ તાલુકો, સ્વચ્છ જિલ્લો અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો ઉમદા સંકલ્પ છે.

Related posts

Leave a Comment