હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર સિંચાઈ વિભાગ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ થી ચોમાસાની શરૂઆત થઈ રહી છે.આથી ચોમાસા દરમિયાન ડેમના પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના છે. આથી, ડેમના દરવાજા ખોલવાની અથવા દરવાજા વગરના ડેમમાંથી આકસ્મિક રીતે વધુ માત્રામાં પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના પરિણામે નદીના પટમાં પાણીનો વેગવાળો પ્રવાહ આવી શકે છે.સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, તમારી અને તમારા જાનમાલની સુરક્ષા માટે ચોમાસા દરમિયાન નદીના પટમાં અવર-જવર ન કરવી.
નદીના પટમાં પ્રવેશ કરવો અત્યંત ખતરનાક અને જીવલેણ બની શકે છે.
તમામ નાગરિકોને આ સૂચનાનું પાલન કરવા અને અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરવા અનુરોધ કરાયો છે.
