ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે

હિન્દ ન્યુઝ, આણંદ

     ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે.

    તા. ૦૯ મી જૂન થી શરૂ થયેલો આ એક અઠવાડિયાનો પ્રવાસ તા.૧૬ મી જૂન સુધી ચાલશે. કેડેટ્સની દૃઢ ઇચ્છાશક્તિ, શિસ્ત અને ઉત્સાહ સાથે ખડકાળ ટેકરીઓ અને મુશ્કેલ માર્ગોને પાર કરી રહ્યા છે અને તેમની સહનશક્તિ, નેતૃત્વ અને ટીમ સ્પિરિટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.

    ટ્રેકિંગ ઉપરાંત કેડેટ્સ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને જૂથ ગતિવિધિઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. જે રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ જાગૃતિ અને ચરિત્ર નિર્માણને પ્રોત્સાહન આપે છે. સાથે આવેલા એસોસિએટ એનસીસી અધિકારીઓ સમગ્ર પ્રવાસ દરમિયાન કેડેટ્સની સલામતી અને પ્રેરણા જાળવી રહ્યા છે. 

    વીવીનગર ગ્રુપ મુખ્યાલય અને ગુજરાત નિદેશાલય કેડેટ્સના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યો છે. આ અભિયાન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે, એનસીસીની શિસ્ત, સાહસ અને રાષ્ટ્રીય સેવા દ્વારા યુવાઓને ઘડવાનું કાર્ય કરે છે.

Related posts

Leave a Comment